કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના ધોરાજીમાં તાજીયા દરમિયાન મોટી દુર્ઘટના, 15 જેટલા લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના મોત

Text To Speech
  • ધોરાજીમાં 15 જેટલા શખ્સોને લાગ્યો વીજ કરંટ
  • ધોરાજીના રસુલપરા વિસ્તારમાં સર્જાઈ દુર્ઘટના
  • મોહરમના તાજીયા ઉપાડતી વેળાએ બન્યો બનાવ

દેશભરમાં આજે મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો છે.જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : અરવલ્લી: મોડાસામાં “સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર” વિષયમાં યોજાયો સેમિનાર

મોહરમના તાજીયાને ઉપાડતી વખતે લાગ્યો કરંટ
ધોરાજીના રસુલ પરા વિસ્તારની આ ઘટના છે. ધોરાજીના રસુલપરામાં તાજીયા ઉપડાતા સમયે 24 જેટલા શખ્સોને વીજ કરંટ લાગ્યો હતો. ધોરાજી રસૂલપરા વિસ્તાર મોહરમના તાજીયાને માતમ માટે માતમ માથી ઉપાડતી વેળાએ 24 જેટલા વ્યક્તિઓને શોર્ટ સર્કિટ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. તમામને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ ઘટનાને પગલે સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે. 15 પૈકી ત્રણથી ચાર વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. તો આ બનાવને પગલે આખ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ઝારખંડના બોકારોમાં પણ આવી જ દુર્ઘટના ઘટી
મહત્વનું છે કે, આજે ઝારખંડના બોકારોમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. શનિવારે સવારે લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારમાં લોકો તાજીયા જુલુસ કાઢી રહ્યા હતા તે દરમિયાન તાજીયા 11000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તાજીયા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : અરવલ્લી: મોડાસામાં “સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર” વિષયમાં યોજાયો સેમિનાર

 

Back to top button