FIFA વર્લ્ડ કપનું એન્થમ સોન્ગ ‘લાઈટ ધ સ્કાય’ રિલીઝ, નોરાના ડાન્સે ઘેલું લગાડ્યું, ઈતિહાસ રચ્યો
મુંબઈઃ ફિફા વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે પહેલી વખત વર્લ્ડ કપનું આયોજન મિડલ ઈસ્ટ દેશમાં કરાયું છે. કતારમાં આયોજિત વર્લ્ડ કપમાં અભિનેત્રી નોરા ફતેહી પરફોર્મ કરશે. નોરા એકમાત્ર બોલિવૂડ અભિનેત્રી હશે જે ફિફામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કયા ગીત પર આ અભિનેત્રી પરફોર્મન્સ આપવા જઈ રહી છે, તેનો ખુલાસો અભિનેત્રીએ કર્યો છે.
અભિનેત્રીએ ફિફા માટે તેના ગીત ‘લાઇટ ધ સ્કાય’નો વીડિયો શેર કર્યો છે. તે આ ગીતમાં ન માત્ર ડાન્સ કરતી જોવા મળી રહી છે પરંતુ ગીત ગાતી પણ જોવા મળી છે. ફીફાએ તેનો વીડિયો તેની યુટ્યુબ ચેનલ અને ટ્વિટર પર શેર કર્યો છે. નોરા ફતેહીએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.
The latest single from the FIFA World Cup Qatar 2022™ Official Soundtrack has just been released! ????
'Light The Sky' features @BalqeesFathi, Nora Fatehi, Manal, @RahmaRiad and @RedOne_Official ✨
Watch the official music video ⤵️
— FIFA World Cup (@FIFAWorldCup) October 7, 2022
2010માં શકીરા અને 2014માં જેનિફર લોપેઝ અને હવે 2022માં નોરા
શકીરા અને જેનિફર લોપેઝ પછી નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપના ગીતમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. નોરા વિશ્વમાં ભારત ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રી બની છે. જે ગીત પર નોરા ડાન્સ કરશે તે ગીત રેડવન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્રખ્યાત રેકોર્ડ નિર્માતાઓમાંના એક છે. નોરા ફિફાની ઓપનિંગ સેરેમનીની સાથે ક્લોઝિંગ સેરેમનીમાં પણ પરફોર્મ કરવા જઈ રહી છે. સમાપન સમારોહમાં તે હિન્દી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે.
વકા-વકા, વી આર વન જેવો જાદૂ
શકીરાએ ફિફાના 2010ના વર્લ્ડકપમાં ‘વકા-વકા’ પર એક પરફોર્મન્સ આપ્યું હતું. તેણે આ ગીત પણ ગાયું હતું. આ ગીત આજ સુધી યુવાનોમાં હિટ છે. 2014ના વર્લ્ડ કપ સમયે જેનિફર લોપેઝે બ્રાઝિલમાં રેપર પિટબુલ સાથે ગીત ‘વી આર વન’માં જોવા મળી હતી. હવે નોરાનો વારો છે. નોરા ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર અભિનેત્રી છે. તેના અભિનય પર લોકોએ શુભકામનાઓ આપી છે.
View this post on Instagram