FIFA વર્લ્ડ કપ 2022: ફોટો બ્લોગરથી લઈને મોડલ સુધી આ ખેલાડીઓની પાર્ટનર સામે હિરોઈનો પણ પડે છે ફિક્કી

20 નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ 2022 કતારમાં શરૂ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટમાં વિશ્વના સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે.આ ખેલાડીઓની સાથે તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ પણ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમને આકર્ષિત કરતી જોવા મળશે. આવો તો આપણે જાણીએ ફિફા વર્લ્ડ કપ 2022માં ભાગ લેનાર ઈંગ્લેન્ડની ટીમનાં ખેલાડીઓનાં પાર્ટનર વિશે.

ફિફા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની મેચ દરમ્યાન ઈંગ્લેન્ડ ટીમનાં કેપ્ટન હેરી કેનની પત્ની કેપ્ટન હેરી મેચ જોવા પહોંચી હતી. કેટી ગુડલેન્ડ પ્રેક્ટિસિંગ ફિટનેસ કોચ છે. કેપ્ટન હેરી કેને તેની બાળપણની મિત્ર કેટી ગુડલેન્ડ સાથે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા.

ફર્ન હોકિન્સ અને ઇંગ્લેન્ડના ડિફેન્ડર હેરી મેગુઇર હેડલાઇન્સમાં રહે છે. મેગુઇર અને હોકિન્સે વર્ષ 2018 વર્લ્ડ કપ પહેલા ફેબ્રુઆરીમાં સગાઈ કરી હતી. ફર્ન હોકિન્સ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ, ફોટોબ્લોગર અને ઈન્ટરનેટ સ્ટાર છે. જો કે, તેણીનું નામ હેરી મેગુઇર સાથે જોડવામાં આવ્યું ત્યારે તેણે વધુ ખ્યાતિ મેળવી હતી.

રહીમ સ્ટર્લિંગની ફિયોન્સી પેજ મિલિયન એ જાણીતી બ્રિટિશ મોડલ છે. તે મૂળ ઈન્ડો-અમેરિકન છે. રહીમ સ્ટર્લિંગની ફિયોન્સી હોવા ઉપરાંત, તે ખૂબ સારી મિત્ર પણ છે. પેઈજે રહીમ સ્ટર્લિંગ માટે તેની નોકરી છોડી દીધી હતી અને લિવરપૂલમાં ફૂટબોલર સાથે સ્થાયી થઈ હતી.

ઈંગ્લેન્ડનાં ફુટબોલર લ્યુક શો અને તેની પાર્ટનર અનુષ્કા સેન્ટોસ ઘણી વખત માન્ચેસ્ટર યુનાઈટેડ ઈવેન્ટ્સમાં જોવા મળે છે. લ્યુક શો અને તેની પાર્ટનર અનુષ્કા સેન્ટોસ બે બાળકોના માતા-પિતા છે. જો કે બંને પોતાના સંબંધોને ખાનગી રાખવાનું વધુ પસંદ કરે છે.

વર્લ્ડ કપમાં ઈરાન સામેની મેચમાં જોર્ડન પિકફોર્ડને પ્લેઈંગ-11માં ગોલકીપર તરીકે જગ્યા મળી હતી, ત્યારે પિકફોર્ડની તેની પત્ની મેગન તેને પ્રોત્સાહિત કરવાં પહોંચી હતી. મેગન તેના પતિને ખૂબ સપોર્ટ કરે છે, તેથી તે અવારનવાર જોર્ડન સાથે જોવા મળે છે.

ડિફેન્ડર્સ કાયલ વોકર અને કિલનર પણ અવારનવાર હેડલાઇન્સમાં આવતા રહે છે. વોકર અને કિલનેરે તે વર્ષે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. બંનેને ત્રણ બાળકો છે. કિલનર વ્યવસાયે મોડલ છે અને તેણે ઘણા મેગેઝીન માટે કામ કર્યુ છે.