FIFA WC FINAL: ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે મહામુકાબલો
હાલ કતારમાં ફીફા વર્લ્ડકપ 2022 ચાલુ છે. ત્યારે ફાઈનલનો સમય નજીક આવી ગયો છે. આજે રાત્રે ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે મહામુકાબલો થશે. ભારતીય સમય મુજબ આજે 8 વાગ્યે દોહાના લુસૈલ સ્ટેડિયમમા રમાશે. જો કે બંનેમાંથી કોઇપણ વિજેતા ટીમને વિજય ટ્રોફી આપવામાં આવશે નહિ.
આજે ફાઈનલ મુકાબલા બાદ વિજેતા ટીમને અપાતી આ ટ્રોફી રસપ્રદ વાત જાણવા જેવી છે. આજે ફાઈનલ મુકાબલામાં વિજેતા ટીમને ટ્રોફી માત્ર ખુશીના ભાગરુપે આપવામાં આવશે. ત્યારબાદ એવોર્ડ ફંકશન થશે. જે બાદ ફિફાના અધિકારીઓ દ્વાર વિજેતા ટીમ પાસેથી અસલી ટ્રોફી પરત લઈ લેવામાં આવશે અને તેને બદલે વિજેતા ટીમને ડુપ્લીકેટ ટ્રોફી આપવામાં આવશે. તેમજ આ ડુપ્લીકેટ ટ્રોફી કાંસ્યની બનેલી હોય છે. તેના પર સોનાની પરત લગાવાવેલી હોય છે.
સામાન્યત: ફિફા વર્લ્ડકપની અસલી ટ્રોફી મોટાભાગે જયુરિખ સ્થિતિ હેડકવાર્ટરમાં રખાય છે. આ ટ્રોફીને માત્ર વર્લ્ડ કપ ટુર અને વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન જ વિશ્વ સમક્ષ લાવવામાં આવે છે. ફિફાનો આ નિયમ વર્ષ 2005માં બનાવામાં આવ્યો હતો કે વિજેતા ટીમ આ ઓરીજનલ ટ્રોફી ઘરે લઈ જઈ શકશે.
આમ તો ફિફા વર્લ્ડકપની અસલી ટ્રોફી મોટાભાગે જ્યૂરિખ સ્થિત ફિફા હેડક્વાર્ટરમાં રખાય છે. આ ટ્રોફીને માત્ર વર્લ્ડ કપ ટૂર, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન જ વિશ્વ સામે લાવવામાં આવે છે. ફિફાએ વર્ષ 2005માં નિયમ બનાવ્યો હતો કે, વિજેતા ટીમ અસલી ટ્રોફી પોતાના ઘરે લઈ જઈ શકશે નહીં.
આ પણ વાંચો : આજે FIFA WCની ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે મહામુકાબલો, જાણો બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
જૂલ્સ રિમેટ ટ્રોફી
1930માં પ્રથમવાર ફુટબોલ વર્લ્ડકપની શરૂઆત થઈ હતી. તે સમયે વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવતી હતી. જેનું નામ જુલ્મ રીમેટ ટ્રોફી. 1970 સુધી આ ટ્રોફી ચેમ્પિયન ટીમોને અપાતી હતી. ત્યારબાદ વર્લ્ડ કપ ટ્રોફીને નવી રીતે ડીઝાઈન કરવામાં આવી હતી. અને આ નવી ડીઝાઈનની ટ્રોફી બનવાનું ઈટાલિયન આર્ટિસ્ટ સિલ્વિયો ગજાનિયાને આપવમાં આવ્યું હતું. અ ટ્રોફી 1947ની સિઝનમાં અપાતી હતી. જેને ફિફા વર્લ્ડકપ ટ્રોફી તરીકે ઓળખાતી હતી.
18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ
ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો વજન 6.175 કિલોગ્રામ છે અને આ ટ્રોફીને 18 કેરેટ ગોલ્ડથી બનાવવા આવે છે. ટ્રોફીની લંબાઈ 36.8 સેન્ટીમીટર એ તેની સપાટીનો વ્યાસ 13 સેન્ટીમીટર જેટલો છે. ટ્રોફીના બેઝ પર મૈલાકાઈટ સ્ટોનના બે લેયર લગાવાયા છે. 1994માં આ ટ્રોફીમાં થોડા ફેરફાર કરાયા હતા, જેમાં વિજેતા ટીમના નામ લખવા માટે ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ લગાવાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ફાઈનલ મેચમાં વિજેતા ટીમ પર 347 કરોડની અને રનર-અપ ટીમ પર 248 કરોડની ધનવર્ષા થશે.
ટોચની 4 ટીમોની ઈનામની રકમ
- વિજેતા – રૂ.347 કરોડ
- રનર-અપ – રૂ. 248 કરોડ
- ક્રોએશિયા – રૂ. 223 કરોડ
- મોરોક્કો – રૂ. 206 કરોડ