ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

FIFA WC 2022 : વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કોણ બન્યું માલામાલ ?

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ શાનદાર જીત મેળવી ઈતિહાસ રચી લીધો છે. આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું. ફિફાની ટ્રોફીની સાથે આ વિશ્વ કપમાં કેટકેટલાંય એવોર્ડસ્ ખેલાડીઓને આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ફીફા વર્લ્ડ કપને દુનિયાનો સૌથી મોટો અને મોંઘો વર્લ્ડ કપ કહેવામાં આવે છે, કારણ કે ફિફાની કુલ ઈનામી રકમ લગભગ 3640 કરોડ રૂપિયા છે. જે ગયા વર્લ્ડ કપની સરખામણીમાં 330 કરોડ રૂપિયા વધુ છે. ફિફા વર્લ્ડ કપમાં તમામ મેચ હારી ગયેલી ટીમ પણ IPL ચેમ્પિયન કરતા ત્રણ ગણી વધુ ઈનામી રકમ લઈને ઘરે ગઈ હતી.

આ પણ વાંચો ; FIFA વર્લ્ડકપ 2022 : લિયોનલ મેસ્સીને અપાઈ શાનદાર ભેંટ, આર્જેન્ટિનાની જબરદસ્ત જીત

FIFA WC 2022 - Hum Dekhnege News
FIFA WC 2022 – Team Argentina

આર્જેન્ટિનાને 347 કરોડ,જ્યારે ફ્રાન્સને 248 કરોડ મળ્યા

ફિફા વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમને ગોલ્ડન ફિફા ટ્રોફી ઉપરાંત ઈનામ તરીકે 347 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય હારેલી ફ્રાન્સની ટીમને પણ 248 કરોડ મળ્યા છે. ફાઈનલ મેચ રમનાર આર્જેન્ટિના અને ફ્રાંસની ટીમને કુલ 595 કરોડ રૂપિયા મળ્યા છે. ઉપરાંત ગત વર્ષની ઉપવિજેતા ક્રોએશિયાની ટીમ આ વખતે ત્રીજા સ્થાને રહી અને આ ટીમને 223 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. તે જ સમયે, પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચનારી મોરક્કોની ટીમ ચોથા સ્થાને રહી અને તેને 206 કરોડ રૂપિયા મળ્યા છે.

ફાઈનલ બાદ ટુર્નામેન્ટમાં કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિવિધ કેટેગરીના એવોર્ડસ્ પણ આપવામાં આવ્યા હતા. જેમાં ગોલ્ડન બૂટ, ગોલ્ડન ગ્લવ, ફીફા યંગ પ્લેયર એવોર્ડ અને ફીફા ફેર પ્લે એવોર્ડનો સમાવેશ થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ મેચમાં કોને કેટલાં ઈનામો મળ્યા ?

FIFA WC 2022 - Hum Dekhenge News
FIFA WC 2022 – Golden Boot Award – Kylian Mbappé

ગોલ્ડન બૂટ

આ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ એવાર્ડ ફ્રાન્સની ટીમના કાયલિયન એમબાપ્પેને આપવામાં આવ્યો હતો, એમબાપ્પેએ આ વિશ્વ કપમાં સૌથી વધુ 8 ગોલ કર્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ આપવામાં આવે છે. જો બહુવિધ ખેલાડીઓ વચ્ચે ટાઈ હોય, તો ટાઈ તોડવા માટે સૌથી વધુ સહાયક અને મેદાન પર સૌથી ઓછી મિનિટો જેવા માપદંડો દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે.

ગોલ્ડન બૂટ પ્રથમ વખત 1982માં સ્પેનમાં યોજાયેલા વર્લ્ડ કપમાં આપવામાં આવ્યો હતો, જ્યારે ઇટાલીના પાઓલો રોસીએ તેને છ ગોલ સાથે જીત્યો હતો. તે સમયે તેને ગોલ્ડન શૂ કહેવામાં આવતું હતું. 2010 માં, એવોર્ડનું નામ બદલીને ગોલ્ડન બૂટ રાખવામાં આવ્યું.

FIFA WC 2022 - Hum Dekhenge News
FIFA WC 2022 – Golden Ball Award – Lionel Messi

ગોલ્ડન બોલ

આ વર્લ્ડ કપમાં ગોલ્ડન બોલ આર્જેન્ટિનાનાં કેપ્યન લિયોનેલ મેસ્સીને મળ્યો હતો, તેણે આ વિશ્વ કપમાં 7 ગોલ તેમજ 3 આસિસ્ટ કર્યા હતા. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવતા ગોલ્ડન બોલમાં વ્યક્તિલક્ષી પસંદગી પ્રક્રિયા હોય છે. FIFA ની તકનીકી ટીમ કેટલાક ખેલાડીઓની પસંદગી કરે છે અને વિશ્વભરના વિવિધ મીડિયા સંસ્થાઓના પ્રતિનિધિઓના મતોના આધારે આ વિજેતાની પસંદગી કરવામાં આવે છે.

ગોલ્ડન બૂટની જેમ ગોલ્ડન બોલ પણ 1982ના વર્લ્ડ કપમાં રજૂ કરવામાં આવ્યો હતો. 1982માં રોસીએ તે એવાર્ડ જીત્યો હતો અને તે જ એડિશનમાં ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ બંને જીતનાર એકમાત્ર ખેલાડી રહ્યો. મેસ્સી 2014 પછી 2022માં બે વખત આ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

FIFA WC 2022 - Hum Dekhenge News
FIFA WC 2022 – Golden Glove Award – Emiliano Martinez

ગોલ્ડન ગ્લવ 

આ વર્લ્ડ કપનો ગોલ્ડન ગ્લવ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝેને શ્રેષ્ઠ ગોલકીપિંગ માટે આપવામાં આવ્યો હતો. તેણે એક બે પેનલ્ટી શૂટ-આઉટમાં ગોલ સેવ કર્યા હતા. વિશ્વ કપના સર્વશ્રેષ્ઠ ગોલકીપર માટે ગોલ્ડન ગ્લવ પ્રથમ વખત યુએસએમાં 1994ની આવૃત્તિમાં આપવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સોવિયેત યુનિયન ગોલકીપરના સન્માનમાં અને બાદમાં 2010માં, ગોલ્ડન ગ્લવનું નામ પુનઃ નામ આપવા માટે લેવ યાશીન એવોર્ડ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. જો કે, તે ગોલ્ડન બોલની જેમ વ્યક્તિલક્ષી છે.

ગોલકીપર પુરસ્કારનો નિર્ણય મત દ્વારા નહીં પરંતુ FIFA ટેકનિકલ સ્ટડી ગ્રૂપના વિચાર-વિમર્શ દ્વારા લેવામાં આવે છે. ઘણા ગોલકીપરો વચ્ચે તીવ્ર સ્પર્ધાની વચ્ચે, સામાન્ય રીતે ટુર્નામેન્ટમાં સૌથી વધુ અદ્યતનને પ્રાધાન્ય આપવામાં આવે છે. દક્ષિણ કોરિયા અને જાપાનમાં 2002ની આવૃત્તિમાં ગોલ્ડન ગ્લવ અને ગોલ્ડન બોલ ડબલ જીતનાર જર્મનીના ઓલિવર કાન એકમાત્ર ખેલાડી છે.

FIFA WC 2022 - Hum Dekhnege News
FIFA WC 2022 – Fair Play Award – Enzo Fernández

કોને મળ્યો ફિફા યંગ પ્લેયરનો એવોર્ડ ?

આ સિવાય વિશ્વ કપમાં ફિફા યંગ પ્લેયરનો એવોર્ડ આર્જેન્ટિના એન્ઝો ફર્નાન્ડિઝને મળ્યો હતો. એન્ઝો ફર્નાન્ડિઝે તેની ટીમને અનેક ગોલ કરવામાં મદદ કરી હતી, આ ઉપરાંત તેણે આર્જેન્ટિનાના મિડફિલ્ડને એકલા હાથે પણ સંભાળ્યું હતું. આ સિવાય ફિફા વર્લ્ડ કપની ફેર પ્લે ટ્રોફી ઇંગ્લેન્ડની ટીમને મળી હતી, આ ટ્રોફી જે ટીમને સૌથી ઓછા કાર્ડસ્ મળે તેને મળતી હોય છે.

બાકીની ટીમોને મળ્યા કરોડોના ઈનામો !

આ એવોર્ડસ્ સિવાય ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી બ્રાઝિલ, નેધરલેન્ડ, પોર્ટુગલ, ઈંગ્લેન્ડની ટીમોને 140 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકા, સેનેગલ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, સ્પેન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ કોરિયાની ટીમો છેલ્લા 16માં હારીને બહાર થઈ ગઈ હતી. આ તમામ ટીમોને ઈનામી રકમ તરીકે 107 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. કતાર, એક્વાડોર, વેલ્સ, ઈરાન, મેક્સિકો, સાઉદી અરેબિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા, કેનેડા, બેલ્જિયમ, જર્મની, કોસ્ટા રિકા, સર્બિયા, કેમરૂન, ઘાના, ઉરુગ્વેની ટીમોને 75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. યજમાન કતારની ટીમ આ વર્લ્ડ કપમાં તમામ મેચ હારી ગઈ હતી. આમ છતાં આ ટીમને 75 કરોડ રૂપિયા મળ્યા હતા.

Back to top button