ટ્રેન્ડિંગસ્પોર્ટસ

FIFA 2022 : સેમીફાઈનલમાં જગ્યા બનાવવા બ્રાઝિલનો મુકાબલો ક્રોએશિયા સામે જ્યારે આર્જેન્ટિના ટકરાશે નેધરલેન્ડ સામે

કતાર ખાતે ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં હવે અંતિમ 4 માટે 8 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આજે રાત્રે 8.30 કલાકે બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે અને 12.30 કલાકે નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ક્વાટર-ફાઈનલ રમાશે. આ બંને મુકાબલા નોકઆઉટ રહેશે અને જીતનારી ટીમ ફિફા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી જશે.

આ પણ વાંચો : આખરે કેમ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોને સ્વિટ્ઝર્લેન્ડ સામેની મેચમાં બહાર રાખવામાં આવ્યો ?

બ્રાઝિલ અને ક્રોએશિયા

વિશ્વ કપમાં 5 વખત ચેમ્પિયન રહેલી બ્રાઝિલનો મુકાબલો આજે ક્રોએશિયા સામે થશે, આ મુકાબલો પણ રોમાંચથી ભરપૂર હોય શકે છે, કારણ કે બંને ટીમો સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવવા માટે સજ્જ છે. બ્રાઝિલ અને ક્રોએશિયાનો મુકાબલો આજે ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગે શરુ થશે.

હેડ ટુ હેડ

આ આગાઉ પણ બંને ટીમો બે વખત વિશ્વ કપમાં ટકરાઈ ચૂકી છે, જોકે નોકઆઉટ સ્ટેજમાં બંને ટીમો પહેલી વખત એકબીજા સામે ટકરાઈ રહી છે. અગાઉની વાત કરવામાં આવે તો 2006માં રાઉન્ડ-16માં બંને ટીમો ટકરાઈ હતી, જેમાં બ્રાઝિલે 1-0થી જીત મેળવી હતી, ઉપરાંત 2014માં પણ બંને ટીમો જ્યારે ટકરાઈ હતી, ત્યારે પણ 3-1 થી બ્રાઝિલે જીત મેળવી હતી.

BRAZIL vs CROATIA - Hum Dekhenge News
    BRAZIL vs CROATIA

બ્રાઝિલને કાંટાની ટક્કર આપી શકે છે ક્રોએશિયા 

પરંતુ, આજે ક્રોએશિયા આજે બ્રાઝિલને કાંટાની ટક્કર આપી શકે છે, કારણ કે ક્રોએશિયાનો સ્ટાર ખેલાડી માર્સેલો બ્રોઝોવિચ હાલ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે પીચનો દરેક કોર્નર કવર કરવાની ક્ષમતા પણ ધરાવે છે, આ સાથે કોવાસિચ અને મોડ્રિચ જેવા ખતરનાક ખેલાડિઓ સામે રમવું બ્રાઝિલ માટે પડકારરુપ છે. જો કે બ્રાઝિલની ટીમમાં પણ નેમાર અને રિર્ચાલીસન જેવા ખેલાડી છે, જે ક્રોએશિયા માટે માથાનો દુખાવો બની શકે છે, તેથી આ મુકાબલો એક હાઈક્લાસ મુકાબલો થાય, તેવી સંભાવનાઓ દેખાય રહી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બ્રાઝિલ : એલિસન (ગોલકીપર), મિલિટાઓ, 4. માર્ક્વિન્હોસ, સિલ્વા, ડેનિલો, પક્વેટા, કેસેમિરો, રાફિન્હા, નેમાર, વિનિસિયસ, રિચાર્લિસન.

ક્રોએશિયા : લિવાકોવિક (ગોલકીપર), જુરાનોવિક, લોવરેન, ગ્વાર્ડિઓલ, સોસા, મોડ્રિક, બ્રોઝોવિક, કોવાસિક, ક્રામેરિક, પેટકોવિક, પેરિસિક.

આર્જેન્ટિનાનું વિશ્વ વિજેતા બનવાનું સપનું  થશે સાકાર ? 

વિશ્વ વિજેતા બનવાનું સપનું દેખી રહેલી સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના આ પહેલા પણ નેધરલેન્ડ સામે ટકરાય ચૂકી છે. 1978ની ફાઈનલ મેચમાં નેધરલેન્ડનો સામનો આર્જેન્ટિના સામે થયો હતો અને તે મેચમાં આર્જેન્ટિનાની જીત થઈ હતી અને તેણે વિશ્વ કપ જીત્યો હતો. આ સિવાય 1998માં પણ અંતિમ-16ના રાઉન્ડમાં પણ આ બંને ટીમો ટકરાઈ હતી, જેમાં નેધરલેન્ડની ટીમે આર્જેન્ટિનાને માત આપી હતી. આ ઉપરાંત 2014ની સેમિફાઈનલમાં પણ 2-4ના પેનેલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડને હરાવી વિશ્વ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

મેસ્સી પર રહેશે દરેકની નજર 

આર્જેન્ટિના ટીમ માટે આ મુકાબલો જીતવો ખૂબ જરુરી છે, કારણ કે તે ટીમના સ્ટાર ફુટબોલર મેસ્સીનો આ છેલ્લો વિશ્વ કપ છે અને આ નોકઆઉટ મેચમાં જો આર્જેન્ટિના હારી જાય છે, તો મેસ્સીની આ છેલ્લી મેચ હોય શકે છે. જો કે મેસ્સીની ચાહકો એ જરા પણ નહિ ઈચ્છે કે મેસ્સીની ટીમ વર્લ્ડ કપ લીધા વિના બહાર થઈ જાય.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

આર્જેન્ટિના ઇ. માર્ટિનેઝ (ગોલકીપર), મોલિના, રોમેરો, ઓટામેન્ડી, એકુના, મેક એલિસ્ટર, પરેડિસ, ઇ. ફર્નાન્ડીઝ,અલ્વારેઝ, મેસ્સી, ડી મારિયા.

નેધરલેન્ડ : નોપર્ટ (ગોલકીપર), ટિમ્બર, વેન ડિજક, એકે,ડમફ્રીઝ, ડી રૂન, ક્લાસેન, ડી જોંગ, બ્લાઇન્ડ, ડેપે, ગાકપો.

Back to top button