બનાસકાંઠા વિભાજનનો ઉગ્ર વિરોધ, ધાનેરા સજ્જડ બંધ રહ્યું
ધાનેરા, 21 જાન્યુઆરી : રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવ અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ધાનેરા ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન એક જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જન આક્રોશ સભામાં બોલતા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કહ્યું કે 20 દિવસથી અમારા વિસ્તારના લોકો આંદોલન કરી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. રાજ્ય સરકાર જવાબ આપવા તૈયાર નથી. વધુમાં માવજીભાઈએ ભાજપના નેતાઓને ઉદેશીને કહ્યું કે જેઓ આ આંદોલનમાં નથી આવ્યા તેમને કહેવા માગું છું કે આપણે ગમે ત્યારે પ્રજા વચ્ચે જ જવું પડશે. આ 2-5 વર્ષની વાત નથી આ 100 વર્ષની વાત છે. ધાનેરાના લોકો માટે બનાસકાંઠા જ સરળ છે. એક રાજનેતાના ઇશારે જિલ્લાને વિભાજીત કરવાનું ષડયંત્ર રચાયું છે. પરંતુ કોઈપણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું.
આ પણ વાંચો :- લિસ્ટિંગ પહેલા IPOમાં મળેલા શેર વેચીને તમે નફો કમાઈ શકશો, SEBIએ બનાવ્યો છે શાનદાર પ્લાન