ટ્રેન્ડિંગનેશનલ

ટીવીએસ શોરૂમમાં ભીષણ આગ, આગ લાગવા પાછળ નું કારણ શું?

Text To Speech
  • આંધ્રપ્રદેશના વિજયવાડામાં ગઈ કાલે એટલે કે ગુરુવારે એક બાઇક શોરૂમમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 400 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.

આંધ્રપ્રદેશ: આગ ટીવીએસ શોરૂમના પહેલા માળેથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ ફાયર સર્વિસને જાણ કરી અને પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓને શંકા છે કે જ્યારે કેટલાક ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાર્જ થઈ રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ હતી.

પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી:

  • પ્રિ-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. ગોડાઉનમાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પણ રાખવામાં આવ્યા હોવાથી આગ વધુ ફેલાઈ હતી.

આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાર્જ થઈ રહ્યા હોવાના કારણે શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન:

શોરૂમ, વેરહાઉસ અને સર્વિસ સેન્ટર એક જ જગ્યાએ હતા, તેથી ત્યાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા. તે વિજયવાડા અને યુનાઈટેડ ક્રિષ્ના જિલ્લામાં TVS વાહનો માટેનું મુખ્ય કેન્દ્ર હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓને શંકા છે કે જ્યારે કેટલાક ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાર્જ થઈ રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે શોરૂમમાં રાખેલા 400 થી વધુ ટુ-વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા અને લાખો રુપિયાનું નુકસાન થયુ હતું.

આ પણ વાંચો: EVENING NEWS CAPSULE : આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, દિલ્હીમાં ભયાનક અકસ્માત, જાણો દેશમાં મુસ્લિમોના હાલાતને લઈ રાહુલે શું કહ્યું..

Back to top button