નરોડા GIDCમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, ફાયરની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.
નરોડા GIDCમાં લાગી આગ
પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતા જેના કારણે દોડભાગ મચચી જવા પામી હતી. કંપનીમાં પ્લાસ્ટીક હોવાને કારણે ફેકટરીમાં ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. અને જોતજોતમાં આગે આ ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી.
View this post on Instagram
ભારે જહેમત બાદ આગ કાબુમાં
નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગેલી આગે જોતજોતમા વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું. જેથી આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પ્લાસ્ટીક ફેક્ટરીમાં લાગેલી આ આગે પ્લાન્ટ પાસે ઉભેલ માલવાહક ટ્રકો પણ ઝપેટમાં લઈ લીધા હતા. જો કે ફાયરની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ, જાણો જુનિયર ક્લાર્ક અને તલાટીના પેપરનું શું થયું ?