ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, 8 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે

Text To Speech

ખેડા જિલ્લાના ગોબલેજ ગામમાં આજે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગની જ્વાળાઓએ સમગ્ર ફેક્ટરીને લપેટમાં લીધી હતી. આગને કાબુમાં લેવા માટે આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ

ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. આગની ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામા આગે વીકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું. આગને કાબુમાં લેવા માટે 8 થી વધું ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આ ટીમોને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમોએ આગને કાબુમા લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.

શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

ફેક્ટરીમાં લાગેલી આ વિકરાળ આગનો ધુમાડો 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.હાલ ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમા લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગની આ ઘટનામાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

 આ પણ વાંચો : IPL 2023 Final: વરસાદના કારણે ફાઈનલ પર સંકટ, વાંચો વરસાદ માટે IPL મેચમાં શું છે નિયમ?

Back to top button