કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 70 લાખનું ફર્નિચર બળીને ખાખ

Text To Speech

રાજકોટમાં રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગની આ ઘટના અંગે જાણ થતાં જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

મળતી માહિતી મુજબ રાજકોટના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.ગોડાઉનમાં ફર્નિચરની વસ્તુઓ હોવાથી વધુ પ્રસરી હતી, જેથી  ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમા લેવામાં આવી હતી.

રાજકોટ આગ -humdekhengenews

અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ

ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાના જણાવ્યા મુજબ આગની આ ઘટનામાંઅંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી ભયંકર હતી કે એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો ઉડતા નજરે પડી રહ્યા હતા. આ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે.

ગોડાઉનમાં 60 વર્કરો કરી રહ્યા હતા કામ

મહત્વનું છે કે આગ લાગી ત્યારે ફર્નિચરના ગોડાઉનમાં 60 વર્કરો કામ કરી રહ્યા હતા જો કે સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. પરંતુ ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. તેમજ ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓનાં વાહનો પણ આવ્યાં હતા. અને કેટલાક ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતા. આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે.

આ પણ વાંચો : breaking news :ઉત્તરાખંડના બાગેશ્વરમાં દર્દનાક માર્ગ અકસ્માત, ભક્તોથી ભરેલી કાર ખીણમાં ખાબકી, 9ના મોત

Back to top button