દિલ્હીના નરેલા વિસ્તારની ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે ભીષણ આગ: 3ના મૃત્યુ, 6 દાઝ્યા
- ફાયર વિભાગે ફેક્ટરીની અંદર હાજર 9 લોકોને બચાવી લીધા હતા
નવી દિલ્હી, 8 જૂન: રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે શનિવારે વહેલી સવારે 3.30 વાગ્યે આગ લાગી હતી. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મૃત્યુ થયા હતા અને 6 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર કેટલાક લોકોને બચાવી લીધા હતા. ટીમે બધાને નરેલાની SHRC હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા અને અન્યને સારવાર માટે સફદરગંજ હોસ્પિટલમાં મોકલી દીધા.
#WATCH | Delhi | Three people died, six injured in a fire that broke out in a factory in Narela Industrial Area. Upon preliminary investigation it was revealed that raw moong was roasted on gas burners and a gas leak on one of the pipelines caused the fire to spread which led to… pic.twitter.com/vQoNvlq2y7
— ANI (@ANI) June 8, 2024
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે નરેલા સ્થિત શ્યામ કૃપા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં આગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું હતું અને ફેક્ટરીની અંદર હાજર 9 લોકોને બચાવી લીધા હતા, જેમાંથી ત્રણને ડૉક્ટરોએ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને અન્યને નરેલા SHRC હોસ્પિટલ સફદરજંગ લઈ જવામાં આવ્યા હતા. હાલ અન્ય હોસ્પિટલમાં રીફર કરેલ છે.
ગેસ લીક થવાને કારણે લાગી આગ
પ્રાથમિક તપાસ મુજબ, ફેક્ટરીમાં ગેસ બર્નર પર કાચો મગ શેકવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાઈપલાઈનમાંથી ગેસ લીક થવાને કારણે આગ ફેલાઈ ગઈ હતી, જેના કારણે કોમ્પ્રેસર ગરમ થઈ ગયું અને ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ જુઓ: મીડિયા અને મનોરંજન ક્ષેત્રના દિગ્ગજ રામોજી રાવનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ