ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુના એક પાર્કિંગ પ્લોટમાં ભીષણ આગ, 40 ખાનગી બસ થઈ ખાખ

Text To Speech
  • ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી
  • વેલ્ડિંગના કામને કારણે બસ સ્ટેશનમાં લાગી આગ

બેંગલુરુ, 30 ઓક્ટોબર : બેંગલુરુના વીરભદ્રનગરમાં સોમવારે એક ખાનગી બસ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગ ફાટી નીકળી અને કેટલીક ખાનગી બસો બળીને ખાખ થઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, આગમાં લગભગ 40 બસો બળીને ખાખ થઈ ગઈ છે. જોકે કોઈ જાનહાનિના થઈ નથી અને ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. વેલ્ડિંગના કામને કારણે શોર્ટ સર્કિટ થતાં બસ સ્ટેશનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

વેલ્ડિંગના કામને કારણે લાગી આગ : ફાયર-ઈમરજન્સી સર્વિસીસ મહાનિર્દેશક

પોલીસ મહાનિર્દેશક અને ફાયર-ઈમરજન્સી સર્વિસીસના મહાનિર્દેશક કમલ પંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આગ વેલ્ડીંગના કામને કારણે લાગી હતી. આગ હવે કાબૂમાં છે,” ખાનગી બસ સ્ટેન્ડની નજીક એક ગેરેજ આવેલું છે જ્યાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને શોર્ટ સર્કિટ થતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું તેમજ આ ઘટના સ્થળ ખુલ્લી જગ્યાએ હોવાને કારણે આગ લાગી ત્યારે ત્યાં રહેલા લોકોને ઝડપથી ઘટનસ્થળેથી દૂર ઘસેડવામાં આવ્યા હતા.

આ પણ જુઓ :મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, ટોળાએ NCP ધારાસભ્યના ઘરે આગ ચાંપી

Back to top button