આર્મેનિયામાં આર્મી બેરેકમાં ભીષણ આગ, 15 જવાનોના મોત, 3ની હાલત ગંભીર
આર્મેનિયામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમા આર્મી બેરેકમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા 15 જવાનોના મોત નિપજ્યા હતા. આગમાં 15 આર્મેનિયન લશ્કરી સૈનિકો માર્યા ગયા હોવાની માહીતી મળતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આર્મેનિયાના રક્ષા મંત્રીએ જણાવ્યુ હતુ કે આર્મેનિયાના આર્મી બેરેકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 15 આર્મેનિયન સૈનિકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ બાબતે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, એક એન્જિનિયર અને સ્નાઈપર કંપનીના બેરેકમાં લાગેલી આગમાં 15 સૈનિકોના મોત નિપજ્યા છે અને ત્રણ સૈનિકોની હાલત ગંભીર છે. આ મામલે વધુ વિગતો સામે આવી નથી પરંતુ વધુ જાણકારી મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો