ગુજરાતદક્ષિણ ગુજરાત

અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ,સલ્ફ્યુરિક એસિડના ડ્રમમાં બ્લાસ્ટ થતા દોડધામ

Text To Speech

અંકલેશ્વર GIDCની કેમિકલ ફેકટરીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી . આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફીયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ સાથે આગ

અંકલેશ્વર ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રાજપીપળા ચોકડી નજીક આવેલ કાકડિયા કેમિકલ્સના ટ્રેડીંગ યુનિટમાં ડી.જી.વી.સી.એલની લાઈન ઉપર આગ લાગી હતી. એકાએક આગ ફાટી નિકળતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. વહેલી સવારે ડી.જી.વી.સી.એલની લાઈન ઉપર શોર્ટ સર્કીટને પગલે બલ્સ્ટ સાથે આગ ફાટી નિકળી હતી.

એસિડ જાહેર માર્ગની બાજુની વરસાદી કાંસમાં ભળ્યું

સલ્ફ્યુરિક એસિડના ડ્રમમાં બ્લાસ્ટ થતા એસીડ પશુઓ અને ગાડી ઉપર પડ્યા હતા. સલ્ફ્યુરિક એસિડના ડ્રમમાંથી એસીડ બહાર નીકળતા આજુબાજુના વિસ્તારમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. અને સલ્ફ્યુરિક એસિડ જાહેર માર્ગની બાજુની વરસાદી કાંસમાં ભળી જતા કાંસ લોકોને ગળામાં અસર થતા શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા થતા હોવાની વિગતો પણ સામે આવી છે.

કંપનીએ તંત્રને આપી સુચના

બીજી તરફ આગની ઘટનાની જાણ મામલતદાર કિરણસિંહ રાજપૂત અને જી.પી.સી.બીના અધિકારીને થતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને કંપનીને સાવચેતીના પગલા ભરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

  આ પણ વાંચો : બરોડા ડેરીના વિવાદનો આખરે અંત, પ્રમુખ તરીકે સતીષ પટેલ, ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકીની વરણી

Back to top button