ગુજરાતદક્ષિણ ગુજરાત

દમણના ડાભેલ ગામે યાન બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે

Text To Speech
  • દમણમાં યાન બનાવતી કંપનીમાં આગ લાગતા અફરા તફરી
  • ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
  • ભારે જહેમત બાદ આગ પર કાબુ, કોઈ જાનહાની નહીં

દમણના ડાભેલ ગામે આવેલી કંપનીમાં ગઈ કાલે રાત્રે આગ લાગી હતી. કંપનીમા એકા એક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. જેને કાબુમાં લેવા માટે ફાયરની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

દમણની કંપનીમાં ભીષણ આગ

પ્રાપ્ત જાણકારી મુજબ દમણના ડાભેલ ગામે આટિવાવાડ ખાતે યાનનું ઉત્પાદન કરતી રાવલવસિયા યાન ડાઇંગ પ્રા.લિ. નામનીકંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જાણકારી મુજબ ગઈ કાલે મોડી રાત્રે અચાનક કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં રહેલાયાનના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બની હતી. અને જોત જોતામાં આગે આખી કંપનીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળાના દુર દુર સુધી નજરે પડી રહી હતી. આ જોતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 ભારે જહેમત બાદ આગ પર કાબુ

આગની આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે બોલાવવી પડી હતી. દમણ, સેલવાસ, વાપી સહિતના વિસ્તારના ફાયર ફાઇટરો આવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાનીના અહેવાલ નથી.

આ પણ વાંચો : સુરતમાં ટ્રાન્સફોર્મર અચાનક બ્લાસ્ટ,  રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર રીતે દાઝ્યો

Back to top button