ઇન્દોરની 7 માળની હોટલમાં ભીષણ આગ , ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્કું કરાયા
ઈન્દોરના રાઉમાં આવેલી બહુમાળી પપાયા ટ્રી હોટલમાં આજે એકા એક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે હોટલના તમામ માળ સુધી પહોંચી ગઈ છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
રાઉમાં આવેલી બહુમાળી હોટેલમાં આગ
જાણકારી મુજબ ઈન્દોરના રાઉમાં આવેલી બહુમાળી પપાયા ટ્રી હોટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હોટલમા આગ લાગતા ભારે ભાગદોડ મચી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આસપાસના વિસ્તારો ખાલી કરાયા
હોટલમાં લાગેલી આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધી હતી અને હોટલના તમામ માળ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગને કારણે વધુ નુકસાન ન જાય તે માટે આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે.
ફસાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો સામેલ
પ્રાપ્ત વિગતો મુજબ આ હોટલમાં લાગેલ ભીષણ આગને કારણે અહી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી આવી રહી હતી. આ હોટલમાં ફસાયેલા લોકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ છે.
ક્રેનની મદદથી રેસ્કું
સાત માળ ઉંચી હોટલ પપાયામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઉંચી સીડીઓ લગાવવામાં આવી છે. તેમજ અહી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનનો પણ સહારો લેવામાં આવ્યો છે. ત્યારે અહી હાજર કેટલાક લોકોનું રહેવું છે કે ફસાયેલા કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે રૂમની બારી પર ચાદર બાંધીને હોટલમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઘટનામાં જાનમાલને નુકસાન નહી
જો કો ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે. તેમજ આ ઘટનામાં અત્યાર સુધી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો : સ્કૂલોમાં વેકેશન શરુ થાય તે પહેલા જ ટ્રેનો હાઉસફૂલ, ટ્રેનમાં જોવા મળ્યુ આટલુ વેઇટિંગ