રાજકોટઃ ગોંડલ રોડ પર આવેલા બાઈકના શો રૂમમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક


રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઈકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. એકાએક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાક થઇ ગયા છે. મળતી માહિતી મુજબ આગ લાગી તે સમયે લગભગ 30 જેટલાં સ્કૂટર હતા જ્યારે એક કાર હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચી હતી, અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી ગયા પહોંચ્યા હતા.
આગને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકોએ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે.
અચાનક જ આજે સવારે લાગેલી આગમાં સદનસીબે કોઇ જાનહાનીના થઈ નથી. જો કે આ આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે.