ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

Text To Speech
  • દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે

નવી દિલ્હી, 22 એપ્રિલ: દેશની રાજધાની દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે. રવિવારે મોડી સાંજે લાગેલી આ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર આગ લાગવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અહીં આગની ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે.

 

ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગનું કામ ચાલુ છે 

જો કે અત્યાર સુધીમાં જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી અને ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. MCD અધિકારીઓનું માનવું છે કે, સ્થળ પર ગેસની રચનાને કારણે અચાનક આગ લાગી હશે.

 

મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં ખૂબ જ ગરમી પડવા લાગી છે અને ઉનાળાની ઋતુમાં કચરાના પહાડોમાં આગ લાગવાના ઘણા અહેવાલો બહાર આવી ચૂક્યા છે. ગત વર્ષે પણ આ કચરાના પહાડમાં ઘણી આગ લાગી હતી. સ્થાનિક લોકો સરકારને આજીજી કરી રહ્યા છે કે, આ કચરાના ડુંગરનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.

આ પણ જુઓ: ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ શા માટે પાકિસ્તાન જઈ રહ્યા છે?, આવું હોઈ શકે છે કારણ

Back to top button