વડોદરા-હાલોલ રોડ પર આવેલી કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે લાગી હતી ભીષણ આગ, 5 કિલોમીટર સુધી ધડાકા સંભળાયા


વડોદરા-હાલોલ રોડ પરની ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રે મોટી આગ લાગી હતી. કંપનીમાં ભીષણ આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે વડોદરા ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. જો કે આ ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા થયાના કોઇ અહેવાલ નથી.
5 કિલોમીટર દૂર ધડાકાનો અવાજ સંભળાયો
આગના કારણે વડોદરા-હાલોલ રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. આગ લાગતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ચૂકી હતી. મળતી માહિતી પ્રમાણે હાઇટેન્શન લાઇન તૂટતાં આગ લાગી હતી.. આગના કારણે ગેસના બોટલો પણ ફાટ્યા હતો, તેમજ 5 કિલોમીટર દૂર ધડાકાનો અવાજ સંભળાયો હતો. વાહનચાલકોને 1 કિલોમીટર દૂર જ રોકવામાં આવ્યા હતા.
આગનું કારણ જાણી શકાયું નથી
કંપનીના મેનેજર દિલિપ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારી કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં કોઇ કામદાર ન્હોતા. માત્ર સિક્યોરિટી ગાર્ડ હતા. જેથી કોઇને ઇજા કે જાનહાની થઇ નથી.