ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યા પછી ઋષભ શેટ્ટીના ઘરમાં ઉત્સવનો માહોલઃ જૂઓ

Text To Speech
  • ‘કંતારા’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા બાદ, રિષભ શેટ્ટીનો તેની પત્ની સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો પ્રકાશમાં આવ્યો

મુંબઈ, 18 ઓગસ્ટ: ઋષભ શેટ્ટીને ‘કંતારા’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જેના પછી તે ચર્ચામાં છે. 16 ઓગસ્ટના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. યશ અને જુનિયર એનટીઆરએ રિષભને ‘કંતારા’ માટે તેની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ‘કંતારા’ની આ શાનદાર સફળતાને કારણે મેકર્સ અને સ્ટારકાસ્ટમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, હવે ઋષભ શેટ્ટીની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે, જેમાં તે ખૂબ જ ખાસ અંદાજમાં અભિનેતાની જીતની ઉજવણી કરતી જોઈ શકાય છે.

રિષભ શેટ્ટીની પત્નીએ કરી ઉજવણી

ઋષભ શેટ્ટીએ તેની પ્રથમ પાન ઈન્ડિયા ફિલ્મ ‘કાંતારા’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. ઋષભ શેટ્ટીની આ ખુશી તેની પત્ની અને બાળકોએ ખૂબ જ સરળ અને ખાસ રીતે સેલિબ્રેટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રિષભ શેટ્ટી ઘરે પહોંચતા જ તેની પત્ની તેનું સ્વાગત કરે છે. આરતીની થાળી લઈને, તેણી તેની પુત્રી સાથે દરવાજા પર અભિનેતાની આરતી કરે છે અને પછી તેને પ્રેમથી ગળે લગાવે છે.

સાઉથના સ્ટાર્સે રિષભ શેટ્ટીને પાઠવ્યા અભિનંદન

ઋષભની ​​પત્ની પ્રગતિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું છે કે, ‘Over the moon with pride! સિનેમા પ્રત્યેના તેમના સમર્પણ અને જુસ્સાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમારી મહેનત આજે સફળ થઈ છે. આ સિવાય સાઉથ સ્ટાર યશ અને જુનિયર એનટીઆરએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેશિત અને અભિનિત ‘કંતારા’ આજે પણ લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ દિવસોમાં ઋષભ શેટ્ટી તેની હિટ ફિલ્મ ‘કંતારા 2’ની સ્ટોરી પર કામ કરી રહ્યો છે.

અહીં જૂઓ વીડિયો:

 

આ પણ વાંચો: ‘તારક મહેતા’શોના કન્ટેન્ટને યૂઝ કરવા પર HCની લાલ આંખ, જાણો શું છે મામલો?

Back to top button