ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્સવ પલટાયો કરુણાંતિકામાં, કરંટ લાગવાથી 13 બાળકો દાઝ્યા, જૂઓ વીડિયો

Text To Speech
  • સદનસીબે આ તમામ બાળકોને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી

કુર્નૂલ,11 એપ્રિલ: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ઉગાદી ઉત્સવની ઉજવણી દરમિયાન ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી 13 બાળકો દાઝી ગયા છે. કુર્નૂલમાં લોકો દ્વારા ઉગાદી ઉત્સવ નિમિતે પ્રભોત્સવમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાળકોને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જો કે, સદનસીબે આ બાળકોને કોઈ ગંભીર ઈજાઓ નોંધાઈ નથી.

જૂઓ વીડિયો અહીં નીચે…

શોભાયાત્રા દરમિયાન રથ પર સવારી કરતી વખતે લાગ્યો કરંટ

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામમાં ઉગાદી ઉત્સવની ઉજવણી દરમિયાન આજે ગુરુવારના રોજ પ્રભોત્સવમ શોભાયાત્રા દરમિયાન 13 બાળકોને રથ પર સવારી કરતી વખતે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક આઘાતજનક ઘટના બની હતી. સદનસીબે, કોઈ ગંભીર ઈજાઓ થઈ ન હતી અને તમામ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે ઇલેક્ટ્રિક કરંટ રથને ચલાવતા ઇલેક્ટ્રીકલ જનરેટરને કારણે થયો હતો, જેમાં માત્ર ચાર બાળકો જ નજીવા દાઝી ગયા હતા જ્યારે અન્ય બાળકોને નાની-નાની ઇજાઓ પહોંચી હતી.

આ પણ જુઓ: સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મૃત્યુ, 15 ગંભીર રીતે ઘાયલ

Back to top button