ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દરમાં થયો ઘટાડો, જાણો શું છે કારણ

Text To Speech
  • એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે
  • સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે
  • સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઇ, આઇવીએફ જેવી ટ્રિટમેટ કરાવે છે

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દરમાં ઘટાડો થયો છે. જેમાં સતત ઘટી રહેલા પ્રજનન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ‘ગાયબ’ થઇ જાય તેવા ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા.

એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે

જીવનશૈલીને કારણે ગુજરાતમાં પણ પ્રજનનક્ષમતાનો દર સતત ઘટી રહ્યો છે. ગુજરાતમાં હાલ પ્રજનનક્ષમતા દર 1.9 છે. સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે, એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે. દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે જેનો ફર્ટિલિટી રેટ બેથી વઘુ છે.

મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળો જવાબદાર

બદલાતી જીવનશૈલી, મોટી ઉંમરે લગ્ન થવા, મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજનનદર ઉપર વઘુ અસર પડી રહી છે. પ્રજનનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજનનક્ષમતા દર છે. આ સિવાય આંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજનનક્ષમતા દર માત્ર 1.1 છે.

સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઇ, આઇવીએફ જેવા આઘુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી પડે છે

ઘટતા પ્રજનનક્ષમતા દર અંગે ડોક્ટરોનું માનવું છે કે આપણે ત્યાં વ્યંધત્વને હજુ બીમારની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી. વિશ્વના અનેક દેશમાં વ્યંઘ્તવને બીમારીની શ્રેણી હેઠળ મૂકી દેવામાં આવ્યું છે. ડોકટરે જણાવ્યું કે, ‘85 ટકા યુગલો લગ્નના 1-2 વર્ષમાં કોઇ ખાસ દવા વગર સંતાનસુખ પ્રાપ્ત કરે છે. આ સિવાય 15 ટકા યુગલોને સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઇ, આઇવીએફ જેવા આઘુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી પડે છે.

આ પણ વાંચો: કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ

Back to top button