જીરાથી વિક્ટર અને દીવ-વેરાવળની ફેરી સર્વિસ શરૂ થશે. તેમજ હજીરાથી રોજ 3 ફેરી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં જશે. તથા દક્ષિણ ગુજરાતમાં રહેતા 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓ સુવિધાનો લાભ લેશે. તેમજ આ વિસ્તારમાં ભરતી-ઓટ આવતી હોવાથી વારંવાર ડ્રેજિંગ કરવું પડશે.
આ પણ વાંચો: જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે
ત્રણેય ફેરી પરત સુરતના હજીરામાં આવેલી ક્રિભકોની જેટી પર આવશે
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ હવે હજીરાથી વિક્ટર (રાજુલા), દીવ અને વેરાવળની ફેરી સર્વિસ પણ શરૂ થશે. હજીરાથી રોજ ત્રણ ફેરી નીકળશે, જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જશે. આ ત્રણેય ફેરી પરત સુરતના હજીરામાં આવેલી ક્રિભકોની જેટી પર આવશે. સુરતના 20 લાખ મળી દક્ષિણ ગુજરાતમાં રહેતા 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓ સુવિધાનો લાભ લેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ જાણો સરકારી તિજોરીને કેટલી થશે આવક
ભરતી-ઓટ આવતી હોવાથી વારંવાર ડ્રેજિંગ કરવું પડશે
હજીરામાં આવેલી ક્રિભકો કંપનીની જેટી દ્વારા રો-રો ફેરી સર્વિસ ડિઝાઇન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ભરતી-ઓટ આવતી હોવાથી વારંવાર ડ્રેજિંગ કરવું પડશે. હજીરાથી વિક્ટર જેટીએ જતી બોટથી રાજુલા, મહુવા, તળોદા, સાવરકુંડલા, લીલીયા અને અમરેલીના લોકોને લાભ થશે. હજીરાથી દીવ જતી બોટમાં ઉના, કોડીનારના લોકો પ્રવાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાત: કોંગ્રેસના ધારાસભ્યને છ માસની સજા પડી, જાણો શું હતો કેસ
સૌરાષ્ટ્ર જતી બોટ 23 સરેરાશ નોટિકલ માઇલથી ચાલશે
હજીરાથી વેરાવળ જતી બોટમાં સોમનાથ, જુનાગઢ, કેશોદ અને આજુબાજુના વિસ્તારના લોકો બેસશે. સૌરાષ્ટ્રવાસી ન હોય અને સોમનાથ દર્શન કરવા માગતા દક્ષિણ ગુજરાતના લોકો પણ એક દિવસમાં ભગવાનના દર્શન કરી પરત ઘરે આવી શકશે. હજીરાથી સૌરાષ્ટ્ર જતી બોટ પરત થોડા કલાકો બાદ પરત આવશે. એટલે લોકો આ જ બોટમાં પરત આવી શકશે. હજીરાથી સૌરાષ્ટ્ર જતી બોટ 23 સરેરાશ નોટિકલ માઇલથી ચાલશે. હજીરાથી ત્રણેય ડેસ્ટીનેશન 50-60 નોટિકલ માઇલ છે એટલે કે 2.50 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર જઈ શકાશે.