ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટને લઈને મહત્વના સમાચાર, હવે યાત્રિકો કરી શકશે બેટ દ્વારકાના દર્શન
રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદવરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને કચ્છ- સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જી છે. આ ભારે વરસાદની સ્થિતિને જોતા દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે દોડતી ફેરબોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે વાતાવરણ અનુકુળ રહેતા 3 દિવસ બાદ આજે ફરીથી આ સર્વિસ શરુ કરવામાં આવી છે.
ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ આજે ફરી શરુ
ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી ખરાબ વાતાવરણ અને વરસાદના કારણે ફેરી બોટ બંધ કરાઇ હતી. ત્યારે આજે અહીં વાતાવરણ સામાન્ય થતાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે દોડતી ફેરીબોટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. વાતાવરણ સામાન્ય થતાં GMDએ ફેરી બોટ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ખરાબ વાતાવરણને કારણે સર્વિસ રખાઈ હતી બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. ત્યારે બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે.ત્યારે ખરાબ હવામાનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : breaking news : જૂનાગઢમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી, 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કાર્ય શરુ