બ્લડ શુગરને નોર્મલ કરશે મેથી અને અન્ય એક વસ્તુઃ લાખોની દવાઓ પણ નકામી
બ્લડ શુગરને નોર્મલ રાખવુ ખુબ જરૂરી છે, નહીંતો ડાયાબીટિસની બિમારી આવી શકે છે. હાઇ બ્લડ શુગરને નોર્મલ રાખવા માટે લોકો વર્ષો વર્ષ દવાઓ ખાય છે. કદાચ એવુ કહેવાય છે કે જો એકવાર ડાયાબિટીસની બિમારી આવી જાય તો લાઇફટાઇમ દવાઓ લેવી પડે છે. હજારો-લાખો રુપિયા ખર્ચાઇ જાય છે, છતાં પણ બ્લડ શુગર નોર્મલ થતુ નથી. તેના બદલે મેથી દાણાના ઉપાયથી નોર્મલ બ્લડ શુગર મેળવી શકાય છે.
આયુર્વેદ નિષ્ણાતો કહે છે કે વનસ્પતિમાં બ્લડ શુગર સામાન્ય કરનારી ઘણી જડી બુટ્ટીઓ હાજર છે. જેનો ઉપયોગ દવાઓ કરતા વધુ અસરકારક સાબિત થાય છએ. મેથી દાણા પણ એવો જ આયુર્વેદિક ઉપાય છે, જે બ્લડ શુગર લેવલને નોર્મલ કરે છે.
મેથી દાણામાં ભરેલુ છે ઇન્સ્યુલિન
રિસર્ચ કહે છે કે મેથી દાણાની અંદર એન્ટી ડાયાબિટિક ગુણ છે, જે બ્લડ શુગરને ઘટાડે છે. આજ કામ શરીરમાં રહેલા રહેલા ઇન્સ્યુલિન હોર્મોનનું હોય છે. તેના સેવનથી શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે.
સાથે લો જાંબુની ગોટલીનો પાવડર
ફક્ત મેથીના દાણાનું સેવન એટલુ લાભદાયક નથી. જેટલો લાભદાયક જાંબુની ગોટલીનો પાવડર છે. આ બંને વસ્તુઓ મિક્સ કરીને વીકમાં ત્રણ વાર તેનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગરનુ લેવલ નોર્મલ રહે છે.
આ રીતે કરો ઉપયોગ
તાંબાના વાસણમાં રાતે અડધી ચમચી મેથીના દાણા પલાળી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી જાંબુની ગોટલીનો પાવડર મિક્સ કરો. સવારે ખાલી પેટે તેને ગાળીને પી લો. અઠવાડિયામાં ત્રણ વાર તેનો ઉપયોગ કરો.
મેથીના દાણાથી થાય છે અનેક ફાયદા
મેથીના દાણા ખાવાથી અને તેનું પાણી પીવાથી પાચન યોગ્ય થાય છે. ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. હાઇ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક રહે છે. એક્સર્સાઇઝ પર્ફોમન્સ વધે છે.