શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થી સાથે બાંધ્યો શારીરિક સંબંધ, થઈ ગઈ જેલ
- અમેરિકાના વર્જિનિયામાં એક સ્કૂલ ટીચરને 50 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. શિક્ષકા પર પોતાની જ શાળાના સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો છે
અમેરિકા, 9 ફેબ્રુઆરી: અમેરિકાના વર્જીનિયામાં એક સ્કૂલ ટીચરને સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ 50 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એક મહિલા શિક્ષિકા પર તેની જ શાળાના 14 વર્ષના વિદ્યાર્થી સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મહિલા શિક્ષકે તેના પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા છે. ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, મેગન પૌલિન જોર્ડન નામની સ્કૂલ ટીચર પહેલાથી જ પરિણીત છે. 25 વર્ષની ટીચરે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા.
જો અહેવાલોનું માનીએ તો, જોર્ડન અને સગીર વિદ્યાર્થીએ 2022-23 દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યો હતો. વિદ્યાર્થીના બેડરૂમમાં બેડશીટમાંથી તેમનો ડીએનએ પણ મળી આવ્યો હતો. શિક્ષકની હરકતો જાણીને શાળાના વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ આ વિશે પહેલાથી જ જાણતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષકે વિદ્યાર્થી પર બળપ્રયોગ પણ કર્યો હતો.
એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “તે મારી ટીચર હતી, મને ખબર હતી કે તેની અને વિદ્યાર્થીની વચ્ચે કંઈક ખોટું છે.” શાળાના સોશિયલ મીડિયા પૃષ્ઠો જોર્ડનને ફેન્સી ડ્રેસમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે પોઝ આપતા બતાવે છે.
હેનરીકો કાઉન્ટી પોલીસની એક પ્રેસ રિલીઝ અનુસાર, શિક્ષકની જૂન 2023માં ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્જિનિયા કોડ હેઠળ 17 વર્ષથી ઓછી ઉંમરના સગીરો કાયદેસર રીતે જાતીય પ્રવૃત્તિ માટે સંમતિ આપવા માટે સક્ષમ નથી. હેનરીકો પોલીસને જૂન 2023 ની શરૂઆતમાં અયોગ્ય કૃત્યો વિશે વાકેફ કરવામાં આવી હતી, અહેવાલમાં જણાવાયું છે. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કિસ્સામાં, હેનરીકો કાઉન્ટી પોલીસને પુખ્ત અને સગીર વચ્ચે સંભવિત જાતીય કૃત્યોની કાર્યવાહી કરવા માટે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મહિલાઓમાં ઘટ્યો પ્રસવકાળ, નિર્ધારિત સમય પહેલા બાળકોનો થઇ રહ્યો છે જન્મ