ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

હૈદરાબાદમાં મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીને તેના વાળથી ખેંચી, વીડિયો વાયરલ

  • હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણી કરવામાં આવતા વિરોધ
  • વિરોધ દરમિયાન બે મહિલા પોલીસકર્મીઓએ છોકરીનો પીછો કરી તેણીને વાળથી ખેંચી

હૈદરાબાદ, 25 જાન્યુઆરી: હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક પોલીસ કર્મચારીએ ABVPની પ્રદર્શનકારી વિદ્યાર્થીનીનો પીછો કરીને તેને વાળથી ખેંચી હતી. જેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક છોકરીનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા તેને વાળથી ખેંચી રહી છે, જેના કારણે છોકરી નીચે પડે છે અને પીડાથી રડવા લાગે છે. પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી ગ્રુપ દ્વારા હાઇકોર્ટના બાંધકામ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.

 

વાયરલ વીડિયોથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ

વીડિયો મુજબ, સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક યુવતીનો પીછો કરીને પાછળ બેઠેલી મહિલા તેના વાળ પકડીને ખેંચતા યુવતી નીચે પડીને પીડાથી રડવા લાગી. જેના વીડિયોથી લોકોમાં રોષ ફેલાયો છે. વિપક્ષ BRS અને ભાજપે આ ઘટનાની નિંદા કરી છે અને સામેલ પોલીસકર્મીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાયબરાબાદ પોલીસે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનરેટના નિવેદન મુજબ, “કેટલાક પોલીસકર્મીઓ દ્વારા અયોગ્ય કાર્યવાહીનો એક વીડિયો સાયબરાબાદ પોલીસના ધ્યાન પર આવ્યો છે અને આ મામલામાં યોગ્ય પગલાં લેવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.”

રાજકિય પાર્ટીઓએ શું કહ્યું ?

BRS નેતા કે. કવિતાએ આ ઘટનાની નિંદા કરી છે અને માનવ અધિકાર પંચને સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી છે. MLCએ ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું કે, “તેલંગાણા પોલીસ સાથે સંકળાયેલી તાજેતરની ઘટના અત્યંત ચિંતાજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. એક શાંતિપૂર્ણ પ્રદર્શનકારીને ખેંચીને તેણી સાથે ઉગ્ર વર્તન કરવાને કારણે પોલીસ દ્વારા આવી આક્રમક રણનીતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. તેલંગાણા પોલીસે આવા ગેરવ્યાજબી વર્તન માટે માફી માંગવી જોઈએ.”

અન્ય BRS નેતા દાસોજુ શ્રવણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીની સામે પોલીસની નિર્દયતાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, યુનિવર્સિટીની જમીન પર હાઈકોર્ટનું નિર્માણ કરવું ખોટું છે. સરકારે રિયલ એસ્ટેટ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે હાઇકોર્ટ બનાવવા માટે યુનિવર્સિટીની જમીન બળજબરીથી છીનવી લીધી છે.”

આ પણ જુઓ :ગુરુત્વાકર્ષણ ગાયબ ! છોકરાનો શાળાના સ્ટેજ પર હવામાં મૂનવોક કરતો વીડિયો વાયરલ

Back to top button