ગુજરાત

સુરતમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ નહીં આપનાર મહિલા કંડક્ટર સસ્પેન્ડ

Text To Speech

સુરતમાં સીટી બસના ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી છે. મેયરને મળેલી ફરિયાદ બાદ તપાસ કરાવતા ફરિયાદમાં તથ્ય જણાતા મહિલા કંડકટર સસ્પેન્ડ કરાઇ છે. સુરત માં તા.16 મે 2023,મંગળવાર રોજ આ ઘટના બની છે. સુરત પાલિકાની સીટી બસના ડ્રાઈવરને બેફામ ગાડી ચલાવતા તેને સસ્પેન્ડ કરાયા બાદ મોડી સાંજે પૈસા લઈ અને મુસાફરોને ટિકિટના આપતી મહિલા કંડકટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સામે છેલ્લા ઘણા વખતથી અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સીટી બસમાં મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટનો અપાતી હોવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. આવી જ એક ફરિયાદ મેયરને મળી હતી. 147 રૂટની બસ નંબર જીજે-5 બીઝેડ 3962 બસમાં મહિલા કંડકટર મુસાફરો પાસે પૈસા ઉઘરાવી લે છે પરંતુ ટિકિટ આપતી નથી. આ અંગેની ફરિયાદ બાદ મેયરે સમગ્ર પ્રકરણમાં તપાસ સોંપી હતી. તપાસમાં ફરિયાદનું તથ્ય બહાર આવ્યું હતું અને કંડકટર ટિકિટ આપતા ન હોવાનું બહાર આવતા મહિલા કંડકટર ઉર્મિલા વેકરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: જો તમે પણ જમતા જમતા ફોન પર વાત કરો છો ? તો થઈ જાવ સાવધાન આ આદતથી વધી શકે છે વજન

Back to top button