ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કૂનો નેશનલ પાર્ક કિલકારીથી ગૂંજી ઉઠ્યો, માદા ચિત્તાએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો

Text To Speech

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાએ ફરી એકવાર ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ અંગે માહિતી આપીને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. તેમણે X પર લખ્યું, કૂનોના નવા બચ્ચાં! જ્વાલા નામની નામીબિયન ચિત્તાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. નામીબિયન ચિતા આશાએ તેના બચ્ચાંને જન્મ આપ્યાંના થોડા જ અઠવાડિયા પછી કૂનોમાં ફરીવાર પારણું બંધાયું છે. તેમણે વધુમાં લખ્યું છે કે, દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન વર્કર્સ અને વન્યજીવ પ્રેમીઓને ખૂબ જ શુભેચ્છા. ભારતનું વન્યજીવન નવજાતની કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે.

માદા ચિત્તાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો

માહિતી અનુસાર, આ પહેલા માર્ચ 2023માં માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ નવજાત મૃત્યુ પામ્યા હતા જ્યારે માત્ર એક જ બચ્ચું બચ્યું હતું. એ વખતે કૂનો મેનેજમેન્ટે બચ્ચાંના મૃત્યુનું કારણ કાળઝાળ ગરમી ગણાવ્યું હતું. જ્વાલા પહેલા આ માદા ચિત્તા શિયા તરીકે ઓળખાતી હતી, બાદમાં તેનું નામ ‘જ્વાલા’ રાખવામાં આવ્યું હતું.
કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીમાં 6 બચ્ચાનો જન્મ થયો છે. નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે તાજેતરમાં માદા ચિતા આશાએ પણ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.

કૂનોમાં ચિત્તાોની વસ્તી વધી રહી છે

3 જાન્યુઆરીએ માદા ચિતા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ તમામ ચિત્તા સ્વસ્થ છે અને KNP ટીમ તેમની ખાસ કાળજી લઈ રહી છે. કૂનો નેશનલ પાર્કમાં હવે ધીમે ધીમે ચિત્તાઓની વસ્તી વધી રહી છે. આ ઉપરાંત, ચિત્તા પ્રોજેક્ટ હવે સફળતા તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો: નામિબિયાના વધુ એક ચિત્તાનું મોત, પોસ્ટમોર્ટમ બાદ થશે મોતનો ખુલાસો

Back to top button