ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટોલ પ્લાઝા પર FASTagથી મળશે મુક્તિ, નવી સેટેલાઇટ સિસ્ટમથી વસૂલાશે ટોલ

Text To Speech

નાગપુર (મહારાષ્ટ્ર), 28 માર્ચ: નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહ્યા છે. આ વાતને સ્વયં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અનુમોદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. ટોલ બેરિયર્સને સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ સાથે બદલવામાં આવશે. વાહનોમાંથી ફી કાપવા માટે GPS અને કેમેરાનો ઉપયોગ કરાશે. ગડકરીએ આગળ કહ્યું કે, નવી Toll Collection System આ વર્ષે માર્ચથી લાગુ થવાની હતી. જો કે, GPS-આધારિત ટોલ વસૂલાતનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં તેની સંભવિતતા ચકાસવા માટે ચાલી રહ્યો છે.

આવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?

નવી ટોલ વસૂલાત સિસ્ટમ સીધા યુઝરના બેન્ક એકાઉન્ટમાંથી ફી કાપી લેશે. ટોલની ફી જે-તે વાહને કવર કરેલા અંતર પર આધારિત રહેશે. આ તમામ માહિતી GPS દ્વારા એકત્રિત કરવામાં આવશે. હાલમાં વાહને મુસાફરી કરી રહેલા અંતરને ધ્યાનમાં લીધા વિના દરેક પ્લાઝા પર ટોલ ફી નક્કી કરવામાં આવે છે.

નીતિન ગડકરીએ શું કહ્યું?

ગયા વર્ષે ડિસેમ્બરમાં ગડકરીએ જાહેરાત કરી હતી કે નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ આ મહિનાના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે. જો કે, લોકસભાની ચૂંટણી માટે ચાલી રહેલી આદર્શ આચારસંહિતાના કારણે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. બુધવારે ગડકરીએ સમજાવ્યું કે કેવી રીતે નવી ટોલ ટેક્સ સિસ્ટમ સમય અને ઇંધણ બચાવવામાં મદદ કરશે.

FASTag સાથે ટોલ વેઇટિંગ ટાઈમ ઘટ્યો છે

હાલમાં ટોલ પેમેન્ટ માટે FASTag સિસ્ટમ છે. તે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ હતી જે ઑટોમેટિક ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવે છે. તેની મદદથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય સરેરાશ 47 સેકન્ડ પર આવી ગયો છે, જે અગાઉ સરેરાશ 714 સેકન્ડ હતો.

આ પણ વાંચો: ટોલ ટેક્સ ચૂકવવો બનશે સરળ, FASTagને બદલે જલ્દી આવશે અત્યાધુનિક સિસ્ટમ

Back to top button