હેલ્ધી ડાયેટ લીધા બાદ પણ થાક લાગે છે? તો હોઈ શકે છે આ બીમારીનો સંકેત
- જો હંમેશા થાક રહેતો હોય, તે સામાન્ય થાક કરતા અલગ હોય તેવું અનુભવાતું હોય તો તે કેટલીક બીમારીનો સંકેત હોઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી વગર થાક લાગવો તે સામાન્ય બાબત નથી. જો તમારી લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો આમ થઈ શકે છે, પરંતુ જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હો અને છતાં પણ તમે સામાન્ય કામમાં થાક અનુભવતા હો તો તે અનેક બીમારીઓના લક્ષણ હોઈ શકે છે. તમારા શરીરમાં હંમેશા ઊર્જાની કમી રહેતી હોય તો ચેતવા જેવું ખરું. થાકને કેટલાક લોકો આળસ પણ સમજી લે છે, પરંતુ જો હંમેશા થાક રહેતો હોય, તે સામાન્ય થાક કરતા અલગ હોય તેવું અનુભવાતું હોય તો તે બીમારીનો સંકેત હોઈ શકે છે. તે ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમનું લક્ષણ પણ હોઈ શકે છે.
જાણો થાક લાગવાના કારણો
ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ
ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ ને સિસ્ટેમેટિક એક્સર્શન ઈન્ટોલરન્સ ડિસીઝ પણ કહેવાય છે. તેમાં દર્દીને દરેક સમયે ખૂબ જ થાક અનુભવાય છે. અને ઊર્જાની કમી લાગે છે. તે વાયરલ ઈન્ફેક્શન, સાઈકોલોજિકલ સ્ટ્રેસ કે અન્ય કારણોથી થઈ શકે છે.
ડાયાબિટીસ
હાઈ ડાયાબિટીસ પણ અતિશય થાકનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે બ્લડ શુગરનું લેવલ વધારે હોય છે ત્યારે શરીરને એનર્જી મેળવવામાં મુશ્કેલી પડે છે. આ કારણે તમે થાક અને નબળાઈ અનુભવો છો.
એનિમિયા
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને કારણે ઓક્સિજનનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે દર્દી થાક અનુભવે છે.
હાઈપોથાઈરોડિઝમ
હાઈપોથાઈરોડિઝમના કિસ્સામાં, થાઈરોઈડ હોર્મોન્સનું અસંતુલન શરીરમાં ઊર્જાની ઉણપનું કારણ બને છે, જેના કારણે સતત થાક લાગે છે.
ઊંઘની બીમારી હોવી
8 કલાકની પૂરતી અને ગાઢ ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલાક લોકોને ઊંઘ આવતી નથી. જેના કારણે દર્દી માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો અનુભવે છે.
હતાશા
માનસિક તણાવ, હતાશા, ચિંતા અને સ્ટ્રેસ પણ માનસિક થાકના મુખ્ય કારણો હોઈ શકે છે. આ કારણે તમારું મન અને શરીર બંને થાક લાગે છે.
થાક ટાળવાના ઉપાયો
થાકથી બચવા માટે તમારે સારી જીવનશૈલીની સાથે આ આદતો અપનાવવી જોઈએ, જેમ કે યોગ્ય સમયે સૂવું, હેલ્ધી આહાર લેવો, કેફીનનું સેવન ઓછું કરવું, દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહેવું. આ સિવાય ધ્યાન કરો તેમજ નિયમિત કસરત કરો.
આ પણ વાંચોઃ રોગોથી રહેવું છે દૂર? તો માત્ર આ 5 આદતોની બાંધો ગાંઠ, સુધરી જશે જીવનશૈલી