ગુજરાતટોપ ન્યૂઝ

ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ, જાણો માવઠાની અંબાલાલ પટેલે શું કરી આગાહી

Text To Speech
  • 7 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર વધી શકે છે
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંબાલાલની આગાહી છે
  • કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની માવઠાની આગાહી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંબાલાલની આગાહી છે. જેમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધવાની અંબાલાલની આગાહી છે.

7 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર વધી શકે છે

7 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર વધી શકે છે. તથા ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી રહેશે. રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ રહે છે. જેના કારણે તાપમાન ઉંચું નોંધાઇ રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 થી 5 ફેબ્રુઆરીએ મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થાય છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર પહોંચ્યુ છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટી છે. તથા નલિયામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તેમજ કેશોદમાં પણ 16 ડિગ્રી, મહુવામાં 17 ડિગ્રી તાપમાન છે.

ભાવનગરમાં 18 ડિગ્રી અને ઓખા અને પોરબંદરમાં 19 ડિગ્રી તાપમાન

કંડલા, અમરેલી, વડોદરા 17 ડિગ્રી તેમજ અમદાવાદ, ડિસા, ભાવનગરમાં 18 ડિગ્રી અને ઓખા અને પોરબંદરમાં 19 ડિગ્રી તાપમાન, સુરત અને રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, વડોદરા, કેશોદ અને મહુવામાં 34 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી છે. એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમી ભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ત્યારે રવિવારે લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રી નજીક પહોંચી જતા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમા ગરમી અનુભવાઈ હતી.

Back to top button