- અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે
- રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે
- રાજ્યમાં આગામી 15 દિવસ મિશ્ર વાતાવરણ રહેશે
ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થયો છે. જેમાં કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે હવે વરસાદની શક્યતાઓ નથી. તેમજ ગઇકાલે અમદાવાદમાં બપોર 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટવાનું અનુમાન છે.
રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે
હાલમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગઇકાલ બપોર 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યું છે કે બે દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે. થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગશે. ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.
અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે
હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ડબલ સિઝન ચાલી રહી છે. હાલમાં પરિવહનનો સમયગાળો ચાલી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગશે. રાજ્યમાં આગામી 15 દિવસ મિશ્ર વાતાવરણ રહેશે. તેથી શિયાળો થોડો મોડો આવશે. ઠંડી માટે 15 દિવસ રાહ જોવી પડશે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા નહીંવત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.