ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Text To Speech
  • રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • આગામી બે દિવસ હિટવેવની આગાહી
  • મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું

ગુજરાતમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે. જેમાં મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે.

આ પણ વાંચો: ફરી જોવા મળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી

રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ

રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 38.6 ડિગ્રી તથા ગાંધીનગર 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 39.5 ડિગ્રી, મહુવા 38.0 ડિગ્રી, ભુજ 39.8 ડિગ્રી તેમજ કંડલા 37.6 ડિગ્રી અને કેશોદ 38.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી

હોળીમાં પશ્ચિમના પવનોને લઈ આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી હતી. અંબાલાલે કહ્યું હતું કે હોળીમાં પશ્ચિમના પવનો હોવાના કારણે આ વર્ષે ઓક્ટોબર મહિના સુધી ચોમાસું સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહેશે. તો ચોમાસાની શરુઆત આંધી અને વંટોળની સાથે થશે. તેમજ વરસાદ સારો રહેશે.

Back to top button