કરિયરમાં ગ્રોથ અટકી ગયો હોય તેવું લાગે છે? અપનાવો આ કામના આઇડિયા
- સફળતાની ઇચ્છા કોને ન હોય? પરંતુ દરેકને તે મળતી નથી
- વાસ્તુના ઉપાયો તમારી કરિયરમાં સંતુલન લાવી શકે છે
- તમે ઓફિસમાં જે સ્થાન પર બેસો છો તે જગ્યાને સ્વચ્છ રાખો
ઘણી વખત તમને એમ થતુ હશે કે ખૂબ મહેનત કરવા છતાં પણ તમારી કરિયર ચમકી રહી નથી. તમે સખત મહેનત કરો છો, પરંતુ તમને જે મળવુ જોઇએ તમે જેના હકદાર છો તે મળતું નથી. કરિયરમાં આમ તો રોજે રોજ નવા પડકારોનો સામનો કરવો પડે છે, પરંતુ કરિયરમાં મુકામ હાસિલ કરવો અઘરો છે. દરેક વ્યક્તિને સફળતાની ઇચ્છા હોય છે, પરંતુ દરેકને તે મળતી નથી. મહેનતુ, યોગ્ય અને બુદ્ધિશાળી હોવા છતા પણ વ્યક્તિ કરિયર માટે સંઘર્ષ કરતી રહે છે. આવા સમયે વાસ્તુના ઉપાયો તમારી કરિયરમાં સંતુલન લાવી શકે છે અને તમારા કાર્યોને સરળ બનાવે છે. તેનાથી કરિયરમાં લાભ થઇ શકે છે.
આ વાતનું રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર તમે ઓફિસમાં જે સ્થાન પર બેસો છો તે જગ્યાને સ્વચ્છ રાખો. સામાનને વધુ ન ફેલાવો. આ પ્રકારની ડેસ્ક તમારી કરિયરમાં બાધા ઉત્પન્ન કરે છે. તમે જે ડેસ્ક પર કામ કરી રહ્યા છો તે ઉત્તર, ઉત્તર-પુર્વ કે પછી પુર્વ દિશા તરફ હોવી જોઇએ. આમ કરવાથી તમારા કાર્યોમાં અડચણ દુર થઇ જાય છે.
ડેસ્ક પર આ વસ્તુઓને રાખો
તમે જે ડેસ્ક પર કામ કરી રહ્યા છો ત્યાં ક્રિસ્ટલ, બામ્બુ પ્લાન્ટ, સિક્કાનું જહાજ કે જાપાની બિલ્લી રાખી શકો છો. આમ કરવાનું શુભ માનવામાં આવે છે. તમારી આસપાસનો માહોલ સકારાત્મક અને ઉર્જાવાન બને છે. સાથે હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યાં બેઠા છો તે જગ્યા મેઇન ગેટથી દુર હોય.
વર્ક ફ્રોમ હોમ વાળા ધ્યાન આપે
જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હો તો ધ્યાન રાખો કે બેડરૂમને વર્ક પ્લેસ ન બનાવો. આમ કરવાથી તમારી કરિયરને નુકશાન થશે. હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યાં કામ કરી રહ્યા હોવ ત્યાં પ્રાકૃતિક રોશની વધુ હોવી જોઇએ. વાસ્તુમાં તેને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કરિયરમાં લાભ થાય છે.
આવી જગ્યાએ ન બેસો
હંમેશા ધ્યાન રાખો કે જ્યાં તમે કામ કરી રહ્યા છો ત્યાં તમારી ખુરશી પાછળ દિવાલ કે ઓફિસનો મેઇન ગેટ ન હોવો જોઇએ. તે તમારા જીવનમાં અને કરિયરમાં નકારાત્મકતા લાવી શકે છે.
આ દિશામાં રાખો લેપટોપ કે કોમ્પ્યુટર
જો તમે ઓફિસમાં લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરો છો તો તેની દિશા યોગ્ય હોવી ખૂબ જરૂરી છે. લેપટોપ કે કોમ્પ્યુટરને હંમેશા ઇશાન કોણમાં રાખવા જોઇએ. જો તમે કેબિનમાં બેસો છો તો કેબિન ઉત્તર દિશા, પુર્વ દિશા કે ઇશાન કોણમાં હોવી જોઇએ.
આ પણ વાંચોઃ કેમ આ શાકાહારી પ્રાણીની સંખ્યા ધટી રહી છે, જાણો એની પાછળનું મોટુ કારણ