ડેંગ્યુમાંથી રિકવરી માટે દર્દીને ખવડાવો આ ખોરાક, થશે પહેલા જેવા ફિટ
- ડેંગ્યુમાંથી રિકવરી માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. જો તમે અથવા તમારા પરિવારની કોઈ વ્યક્તિ હાલમાં જ ડેંગ્યુમાંથી રિકવર થઈ હોય તો આટલું ધ્યાન રાખો
HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે ડેન્ગ્યુ તાવને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. વરસાદની સીઝનમાં આવતો આ સૌથી કોમન ફીવર છે. તે એજીપ્ટી એડીસ નામના માદા મચ્છરના કરડવાથી થાય છે. વરસાદની સીઝનમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે. જેના કારણે આ મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ડેન્ગ્યુના કારણે દર્દીના શરીરમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેટલાક લોકો આ તાવમાંથી બહાર આવે પછી પણ નબળાઈ અનુભવે છે. આવું યોગ્ય રિકવરી ન થવાના કારણે થાય છે. જો તમે ડેન્ગ્યુ તાવમાંથી ઝડપથી સાજા થવા માંગતા હોવ તો તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો.
બ્રોકોલી
બ્રોકોલી આરોગ્ય માટે ખૂબ જ સારી છે. તેમાં રહેલા ગુણો બ્લડ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ પછી તમારી જાતને ફિટ રાખવા માટે તમારા આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરો. તમે તેને બાફીને પણ ખાઈ શકો છો.
વિટામિન સી યુક્ત ફળો
નારંગી, પપૈયા, જામફળ અને સ્ટ્રોબેરી વિટામિન સીથી સમૃદ્ધ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે, તમારી દિનચર્યામાં સીઝનલ ફળો, આમળા, ક્રેનબેરી, લીંબુનો સમાવેશ કરો.
લસણ અને આદુ
આ બંને વસ્તુઓમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ બંને વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો.
પ્રોટીનયુક્ત આહાર
તમારા આહારમાં પનીર, દહીં, દૂધ, સોયા, મિક્સ દાળ, રાજમા, ચણા, સરગવો, સત્તુ, ટોફુ, કઠોળનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.
બીટ અને ગાજર
ડેંગ્યુના તાવમાં પ્લેટલેટ ઘટી જતા હોય છે. આવા સંજોગોમાં તમે બીટ અને ગાજરને તમારા આહારમાં સામેલ કરો. આ બંને વસ્તુઓમાં એન્ટિઑક્સિડન્ટ અને પોષકતત્વો ભરપૂર માત્રામાં સામેલ હોય છે, તે બ્લડ સેલ્સને રિક્રિએટ થવામાં મદદ કરે છે અને પ્લેટલેટ કાઉન્ટ પણ સુધરે છે.
આ પણ વાંચોઃ ગળાનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જાણો તેનાં કારણો અને ઉપાય