યાદશક્તિ વધારવા અને મગજ તેજ બનાવવા બાળકોને ખાસ ખવડાવો આ વસ્તુઓ
દરેક પેરેન્ટ્સ ઇચ્છતા હોય છે કે તેમનું બાળક ધારદાર બને, હેલ્ધી રહે અને તેના મગજને યોગ્ય પોષણ મળતુ રહે. જેથી તે રમતગમતમાં અને ભણવામાં આગળ રહે. જો તમે પણ ઇચ્છતા હો કે તમારા બાળકની યાદશક્તિ સારી હોય, તેનું મગજ તેજ હોય તો તેને કેટલાક જરૂરી ફુડ્સ ખવડાવો. જાણો બાળકના ડાયેટમાં કઇ વસ્તુઓ સામેલ કરવાથી ફાયદો થશે.
ઇંડા
ઇંડા એવી વસ્તુ છે, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હાજર હોય છે. સારી વાત એ છે કે બાળકોને તે પસંદ પડે છે. ઇંડા ખાવાથી બાળકોના મગજનો ગ્રોથ થાય છે. તેમાં કોલીન, વિટામીન બી-12, પ્રોટીન અને સેલેનિયમ જેવા પોષકતત્વો સારી માત્રામાં હોય છે. તેનાથી મગજ તેજ રહે છે.
દહીં
મગજના યોગ્ય ફંકશનિંગ માટે ફેટ્સનું હોવુ પણ જરૂરી છે. હાઇ પ્રોટીન અને ફેટ્સથી ભરપુર દહીં તમારા મગજને હેલ્ધી અને તંદુરસ્ત રાખશે. તેમાં પોલીફેનોલ્સ હોય છે. જે તમારા મગજમાં રક્તપ્રવાહને વધારીને તેને શાર્પ રાખવામાં મદદ કરે છે.
લીલા પાંદડાવાળા શાક
બાળકોને લીલા પાંદડાવાળી શાકભાજી ખવડાવવી એ મોટી ચેલેન્જ છે. જોકે તે બાળકોના મગજ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ફોલેટ, ફ્લેવેનોઇડ્સ, કેરટનોઇડ્સ, વિટામીન-ઇ અને કે-1 રહેલુ છે. જે મગજના વિકાસ માટે ખુબ જરૂરી છે.
નટ્સ અને સિડ્સ
નટ્સ અને સિડ્સમાં સારી માત્રામાં પોષકતત્વો હોય છે. તે દિમાગને ચુસ્ત રાખે છે. તેમાં વિટામીન ઇ, ઝિંક, ફોલેટ, આયરન અને પ્રોટીન રહેલુ છે. નટ્સ ખાવાથી બાળકોના શરીરને ફેટ્સ, પ્રોટીન અને ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે.
સંતરા
સંતરા એક સાઇટ્રસ ફ્રુટ છે. તે ખાટુ મીઠુ હોવાથી બાળકોને પસંદ પડે છે. બાળકોના ડાયેટમાં સંતરા સામેલ કરવાથી તેમના બ્રેઇનની હેલ્થ સુધરે છે. તેમાં રહેલુ વિટામીન સી મગજના ફંકશન માટે જરૂરી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ લાહોર જઈને જાવેદ અખ્તરે પાકિસ્તાનની ધોલાઈ કરી, જાણો શું કહ્યું ?