અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજોનો ફી વધારો પાછો ખેંચાયો; ABVP એ નિર્ણયને આવકાર્યો

Text To Speech

અમદાવાદ 17 જુલાઈ, 2024 : ABVP દ્વારા GMERS મેડિકલ કોલેજોની ફીમાં અસહ્ય અને અતાર્કિક વધારા સામે ગુજરાતની તમામ ૧૩ મેડિકલ કોલેજોમાં ઉગ્ર આંદોલન કરીને ફી ઘટાડા માટેની માંગ કર્યા બાદ ગર્વમેન્ટ ક્વોટાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ નિર્ણયને સ્વીકાર્યો છે

GMERS મેડિકલ કોલેજોનો ફી વધારો પાછો ખેંચાયો

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાંસરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 જેટલી સીટ પર 3.30 લાખથી અધધ વધારી ને 5.50 લાખ ફી જાહેર કરવામાં આવી હતી. અને મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરવામાં આવી હતી. પરંતુ વિધાર્થી પરિષદની ગુજરાત ભરમાં ઉગ્ર રજૂઆત બાદ GMERS કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો , જેમા ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹ 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹ 12 લાખ ફી સરકાર દ્વારા નવુ ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે.

ગવર્મેન્ટ ક્વોટામાં ફીનો ઘટાડો આવકાર્ય: ABVP

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “વિદ્યાર્થી પરિષદના ઉગ્ર આંદોલન બાદ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને બે લાખ જેટલી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે નિર્ણયને વિદ્યાર્થી પરિષદ સહર્ષ આવકારે છે. આ જીત સમગ્ર વિદ્યાર્થી જગતની છે સાથે જ મેનેજમેન્ટ કોટાની ફી મુદ્દે હજુ પણ પુનઃવિચારણા કરવાનો આગ્રહ સરકારને કરે છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા અને પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને મેનેજમેન્ટ કોટાની ફી મુદ્દે આગામી નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : તહેવારો ખૂબ જ નજીક છે, અને 107 નગરપાલિકાઓના 10,000થી વધારે કર્મચારીઓ પગાર વિહોણા છે: હેમંત ખવા

Back to top button