Market Pre-Open: ગિફ્ટ નિફ્ટી પોઝીટીવ બજારની તેજીને ટેકો આપશે, નિફ્ટી ઊંચામાં ખુલવાની ધારણા


મુંબઇ, 18 માર્ચઃ ગિફ્ટ નિફ્ટીમાં પ્રારંભિક વધારાતરફી સંકેતોને પગલે આજે શેરબજાર પોઝીટીવ નોટ સાથે ખુલવાની ધારણા છે. વોલ્ટ સ્ટ્રીટના વલણો અને મહત્ત્વની આર્થિક અપડેટ્સ આજે શેરબજારનો દિવસનો પ્રવાહ નક્કી કરશે. ગઇકાલે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 0.46 ટકા અને 0.50 ટકા વધીને અનુક્રમે 74,169.95 અને 22,508.75 પર બંધ આવ્યા હતા.
એશિયાના મહત્ત્વના બજારોમાં કેવો ટ્રેન્ડ રહ્યો હતો
સેન્સેક્સ અને નિફ્ટી આજે મજબૂત રહેશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. કેમ કે એશિયન બજારો તરફ દ્રષ્ટિ નાખતા જણાય છે કે અમેરિકાના રિટેલ ડેટાએ આર્થિક મંદીની દહેશતને ઓછી કરતા વોલ સ્ટ્રીટમાં રાતોરાત વધારો થયો હતો. જેના પરિણમે ડાઉ જોન્સમાં 350 પોઇન્ટનો વધારો થતા છેલ્લા બે દિવસની તેજી આગળ વધી હતી. જ્યારે એસએન્ડપી 500 0.6 ટકા વધ્યો હતો. તેની સાથે નાસડેક દિવસ દરમિયાન નીચે રહેવા છતાં અંતે 0.3 ટકા વધીને બંધ આવ્યો હતો. આ ઉપરાંત જાપાનનો નિક્કેઇ 1.34 ટકા, બ્રોડર ટોપીક્સ ઇન્ડેક્સ 1.26 ટકા વધ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.76 ટકા અને કોસડેક પણ 0.38 વધીને બંધ આવ્યો હતો.
અમેરિકન ટેરિફ, વેપાર તણાવે ગોલ્ડને આપ્યો વેગ
અમેરિકન ટેરિફ, વેપાર તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવશે તેવા ભયને કારણે 99.9 ટકા શુદ્ધતાવાળા ગોલ્ડે 10 ગ્રામ દીઠ રૂ. 90,750ની ઉચ્ચ સપાટી પ્રાપ્ત કરી હતી. આજે 24 કેરેડ ગોલ્ડના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 89,550 અને 22 કેરેટના રૂ. 82,090 ચાલી રહ્યા છે, જ્યારે 18 કેરેટ ગોલ્ડ રૂ. 67,170ના ભાવે વેચાય છે.
દરમિયાનમાં અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકનો પ્રારંભ થયો છે, જેમાં વ્યાજ કાપ અંગે નિર્ણય લેવામાં આવશે. મહદઅંશે ફેડરલ દ્વારા વ્યાજ દર 4.25-4.50 ટકા પર સ્થિર રાખવામાં આવશે તેમ મનાય છે. ફેડના ચેરમે જેરોમ પોવેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે વધી રહેલી ટેરિફ ફૂગાવાને નાથવા માટે કઠિન બનાવશે. પોલિસી અંગેના નિર્ણયો આવતીકાલે જાણવા મળશે.
જ્યારે અમેરિકી ડોલર ગઇકાલે ભારતીય રૂપિયા સામે 24 પૈસા તૂટીને રૂ. 86.80ના નરમ મથાલે બંધ આવ્યો હતો.
આ પણ વાંચોઃ શેરબજારમાં આજે હરિયાળી: સેન્સેક્સ 74000ને પાર, નિફ્ટીમાં પણ તેજી