ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં ફરી એક વાર દિપડો દેખાયો હોવાની આશંકા, વનવિભાગે શરુ કર્યું સર્ચ ઓપરેશન

Text To Speech

ગાંધીનગરમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમજ દિપડો દેખાયો હોવાની વાત મળતા વનવિભાગ પણ દોડતુ થયું હતું અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દિપડાની શોધખોળ શરુ હતી. ગાંધીનગરમાં ફરી એક વાર દિપડો દેખાતા દિપડાની દહેશતથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

દિપડો દેખાયો-humdekhengenews

પોલીસ કર્મચારીએ જોયો દિપડો

મળતી માહીતી મુજબ ગાંધીગરમાં ફરી એક વાર દિપડો દેખાયો હતો. ગાંધીનગર સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ આ દિપડો ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગઈ કાલે મોડી રાત્રે પોલીસ કર્મચારીએ આ દિપડો જોયો હતો જે બાદ આ પોલીસ કર્મીએ વનવિભાગને જાણ કરી હતી. દિપડો દેખાયો હોવાની જાણ થતા તાત્કાલિક વનવિભાગના કર્મચારીઓ દાડી આવ્યા હતા અને આ દિપડાની શોધખોળ શરૂ કરી હતી. અને હજૂ પણ આ શોધખોળ ચાલુ છે.

હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી

આ દિપડાને એક પોલીસ કર્મચારીએ જોયો હતો. આ પોલીસ કર્મચારીએ દિપડો જોયા બાદ વનવિભાગને જાણ કરી હતી, વન વિભાગે અહી આવીને દિપડાને શોધવાની તજવીજ હાથ ધરી હતી, જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નહી હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.

2018માં પણ દેખાયો હતો દિપડો

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર 2018માં પણ દિપડો ધૂસ્યા હતો. જેના પગલે સમગ્ર રાજ્યનો વહિવટ ઠપ કરી દીધો હતો અને સચિવાલય બંધ રાખવામાં આવ્યું હતું. અને ભારે જહેમત બાદ વનવિભાગે આ દિપડાનું રેસક્યું કર્યું હતુ.

આ પણ વાંચો : લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપના સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા, થઈ શકે છે મોટા બદલાવ

Back to top button