- મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત
- લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે પહોંચ્યા
- ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડાયા
ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી છે. જેમાં દારુ પીવાથી 2ના મોત થયા છે. તેમાં દહેગામના લિહોડા ગામમાં દારુ પીવાથી 2 લોકોના મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છે. ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: અંજારની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, એકનું મૃત્યુ 3 ગંભીર ઈજાગ્રસ્ત
લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે પહોંચ્યા
લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે પહોંચ્યા છે. રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યુ છે. રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી છે. તેમજ લિહોડા ગામે 108 ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો છે કે આ ગઈકાલની ઘટના છે. તેમજ પોલીસે જણાવ્યું છે કે મીથેનોલની કોઈ જ હાજરી નહી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. લિહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ, ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન
મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત
ઝેરી દારૂ પીવાથી પનાના મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગામના ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ રખિયાલ પોલીસને થતા રખિયાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ દારૂના અડ્ડાઓ તેમાં દારૂ પીનારાઓની શોધખોળ અને તેમની તબિયત કેવી છે તેની હિલચાલ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.