ED દ્વારા કેજરીવાલની ધરપકડની આશંકા, દિલ્હી AAPમાં ખળભળાટ
- ED અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ મોકલવાની કરી રહ્યું છે તૈયારી
- ધરપકડની શક્યતાને પગલે પાર્ટી કાર્યકરો મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા
નવી દિલ્હી, 4 જાન્યુઆરી : આમ આદમી પાર્ટી (AAP) દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટ(ED) દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની શક્યતાથી ડરી ગઈ છે. ધરપકડની શક્યતાને પગલે પાર્ટી કાર્યકરો મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ED અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવે તેવી સંભાવના પણ રહેલી છે. છેલ્લા 9 કલાકથી આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ-અલગ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પહેલા અડધી રાત્રે સોશિયલ મીડિયા પર સતત ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલની ધરપકડનો ડર વ્યક્ત કર્યો અને પછી થોડી વાર પહેલા કેજરીવાલના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હોવાની વાત થઈ રહી છે.
Delhi | Security heightened outside the residence of Delhi CM & AAP leader Arvind Kejriwal
AAP Minister Atishi, in a post on social media X last night, claimed that they had information about the possible arrest of Arvind Kejriwal after a raid by the Enforcement Directorate at… pic.twitter.com/IlpkzbjOmy
— ANI (@ANI) January 4, 2024
પરંતુ તાજેતરની સ્થિતિએ છે કે હવે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ 6 ફ્લેગ સ્ટાફ રોડ પરના નિવાસસ્થાને રહે છે, ત્યાં અવરજવર પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 3 સમન્સ પાઠવ્યા છે પરંતુ કેજરીવાલ એક પણ વખત હાજર થયા નથી. EDનો આરોપ છે કે, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં 338 કરોડ રૂપિયાના કૌભાંડના નાણાં ખર્ચ્યા છે.
AAPએ રસ્તાઓ અને મકાનો બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો
આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરને પોલીસે ચારે બાજુથી બંધ કરી દીધું છે. મુખ્યમંત્રી આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. AAPએ દાવો પણ કર્યો હતો કે, CMના સ્ટાફને પણ અંદર જવા દેવામાં આવી રહ્યો નથી, પરંતુ પાર્ટીના દાવાથી વિપરીત, CM હાઉસ તરફ જતા બંને રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે, આજે ED અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે.
‘ચુંટણીમાં 338 કરોડ કૌભાંડના નાણાં ખર્ચાયા’
ઉલ્લેખનીય છે કે, દિલ્હી દારૂ કૌભાંડમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 3 સમન્સ પાઠવ્યા છે પરંતુ કેજરીવાલ એક પણ વખત હાજર થયા નથી. EDનો આરોપ છે કે, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં 338 કરોડ રૂપિયાના કૌભાંડના નાણાં ખર્ચ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે EDને આમ આદમી પાર્ટીના નેતૃત્વને સવાલ પૂછવા પણ કહ્યું છે.
અરવિંદ કેજરીવાલે EDને લખ્યો હતો પત્ર
હવે કેજરીવાલે EDને પત્ર લખીને કહ્યું છે કે, EDનું વર્તન મનસ્વી અને બિન પારદર્શક છે. કેજરીવાલે પૂછ્યું છે કે, તેમને સમન્સ મોકલવા પાછળનું કારણ શું છે. આ સમન્સનો હેતુ તપાસ છે અથવા મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો છે. કેજરીવાલે પોતાના પત્રમાં ED સમક્ષ હાજર ન થવાનું કારણ પણ આપ્યું છે. તેમનું કહેવું છે કે, તેઓ દિલ્હીમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અને 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છે. કેજરીવાલે EDને તેમના પ્રશ્નોની યાદી મોકલવા પણ કહ્યું છે, તે તેના જવાબ આપશે.
સમન્સ મળ્યા બાદ કેજરીવાલ વિપશ્યના માટે ગયા હતા
કેજરીવાલ બુધવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યા હતા અને 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલા EDએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું હતું. જો કે, કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. 21 ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ 10 દિવસની વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલને લોકસભા ચૂંટણીથી દૂર રાખવા માટે EDની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ :કોર્ટમાં પુરાવા રેકોર્ડ કરવા સિવાય સરકારી કર્મચારીઓની શારીરિક હાજરીની જરૂર નથી: SC