નેશનલ

કોરોનાનો ડર : આ મંદિરોમાં માસ્ક વગર નહીં મળશે પ્રવેશ

Text To Speech

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.ચીનમાં એક જ દિવસમાં કોરોનાના કેસ કરોડો પર પહોંચી ગયા છે.અમેરિકા પણ ઝડપથી ચીનને ફોલો કરી રહ્યું છે. જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની હાલત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ અને સાવધાન કર્યા છે. રજાઓ શરૂ થઈ ગઈ છે અને નવું વર્ષ આવવાનું છે. આવી સ્થિતિમાં મંદિરોમાં પણ ભક્તોની ભીડ વધવા લાગી છે. એવામાં મહારાષ્ટ્રના ઘણા મંદિરોમાં માસ્કની કડક રીતે લાગુ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સૌથી જાણિતા એવા શિરડીના સાંઈ બાબાના મંદિર અને શનિસિંગણાપુર મંદિરમાં તાત્કાલિક અસરથી માસ્કનો કડક અમલ કરવામાં આવ્યો છે.અહમદનગરના પાલક મંત્રી રાધાકૃષ્ણ પાટીલ દ્વારા અહીં માસ્કની કડકતાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી માટે નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવી 

જ્યારે તુલજાભવાની મંદિરની વાત કરીએ તો કર્મચારીઓએ માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે,પરંતુ હજુ પણ ભક્તો માસ્ક વગર જ દેવતાના દર્શન કરવા પહોંચી રહ્યા છે.મંદિર પ્રશાસને કહ્યું છે કે,લોકોને ધીમે ધીમે ખબર પડી રહી છે.થોડા દિવસોમાં ભક્તો માટે કડકાઈ શરૂ કરવામાં આવશે. નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ કડક માસ્ક સખ્તીનો નિર્ણય લેવામાં આવ્યો છે.મંદિરમાં પ્રવેશતા પહેલા માસ્ક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંતઅક્કલકોટના શ્રી સ્વામી સમર્થ મંદિરમાં પણ માસ્કનો કડક અમલ કરવામાં આવ્યો છે.મંદિર પ્રશાસને ભક્તોને માસ્ક પહેરીને જ મંદિરમાં પ્રવેશવાની સૂચના આપી છે.જે ભક્તો માસ્ક પહેર્યા વિના મંદિરે પહોંચી રહ્યા છે, તેમને મંદિર દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ ગુજરાતમાં અમદાવાદ ખાતે આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવમાં પણ માસ્ક વિતરણથી કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ કેટલાંક મંદિરોમાં માસ્ક સાથે પ્રવેશ કરવ માટે જણાવવામાં આવ્યું છે.

Back to top button