Covid-19 Alert: ચીનમાં કોવિડ-19ના કેસ અને મોતમાં વધારો જોવા મળ્યો છે. ભારત હાઈએલર્ટ પર છે. કેન્દ્ર સરકારે બુધવારે એક હાઈલેવલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં એક્સપર્ટ્સ અને અધિકારીઓએ ભારતમાં વેક્સિન કવરેજમાં સુધારા પર ભાર આપ્યો હતો. ભારતમાં માત્ર 27 ટકા જ વેક્સિનેશનમાં બેદરકારી દાખવી છે.
બેઠક પછી નીતિ આયોગે સ્વાસ્થ્ય સભ્ય ડૉ.વીકે પોલે વરિષ્ઠ નાગરિકોને સાવધાનીના રૂપે વેક્સિનનો એક ડોઝ લેવાની અપીલ કરી છે. જો કે જે લોકોને પહેલાંથી જ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે તેઓ પૂછી રહ્યાં છે કે શું ચોથા ડોઝની જરૂર છે? એક ટીવી ચેનલ સાથે વાત કરતા AIIMSના પૂર્વ નિર્દેશક ડૉ.રણદીપ ગુલેરિયાએ માત્ર ત્રણ ડોઝ પર જ ભાર આપ્યો હતો. ડૉ.ગુલેરિયાએ કહ્યું- આ ભલામણ માટે કોઈ ડેટા નથી કે ચોથા ડોઝની જરૂરિયાત છે કે નહીં. જ્યાં સુધી કોઈ નવી વેક્સિન ન હોય, જે બાઈવેલેન્ટ વેક્સિનની જેમ વિશિષ્ટ હોય.
બાઈવેલેન્ટ વેક્સિન કેટલી અસરકારક?
ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ બાઈવેલેન્ટ વેક્સિન એક સાથે બે વાયરસ કે તેના વેરિયન્ટ પર અસરકારક હોય છે. બાઈવેલેન્ટ વેક્સિનમાં કોવિડ-19 વિરૂદ્ધ વ્યાપક સુરક્ષા પ્રદાન કરવા માટે ઓરિજિનલ વાયરસ સ્ટ્રેનનો એક કમ્પોનેન્ટ હોય છે. સાથે જ તેમાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે કોવિડ-19 વિરૂદ્ધ સારી સુરક્ષા પ્રદાન કરવા માટે ઓમિક્રોન વેરિયન્ટનો એક ઘટક પણ સામેલ હોય છે. જેને બાઈવેલેન્ટ કોવિડ-19 વેક્સિન એટલા માટે કહેવાય છે કેમકે તેમાં બે ઘટક હોય છે. બાઈવેલેન્ટ કોવિડ-19 વેક્સિનને અપડેટેડ કોવિડ-19 વેક્સિન બુસ્ટર ડોઝ તરીકે રેફર કરી શકાય છે. આ પહેલાં 2019ના મૂળ SARS-CoV-2 વાયરસ પર અને બીજા સ્ટ્રેન, કોરોના ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરે છે.
ભારતમાં બાઈવેલેન્ટ વેક્સિન નથી
હાલ ભારતમાં ઉપયોગ કરતા એકપણ વેક્સિન બાઈવેલેન્ટ વેક્સિન નથી. ભારતની બહાર ફાઈઝર અને બાયોએનટેકની બાઈવેલેન્ટ વેક્સિન અને મોડર્નાની વેક્સિન જેવા MRNA વેક્સિનને પ્રોત્સાહન આપવાની દ્રષ્ટીથી ઉપયોગ કરાય છે. કેરળના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.રાજીવ જયદેવન એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે- બૂસ્ટર ડોઝની સાથે સમસ્યા એ છે કે તેની અસર ઓછી હોય છે. MRNA વેક્સિન જે અન્ય દેશોમાં ચોથા ડોઝ તરીકે ઉપયોગ કરાય છે, ત્રીજા ડોઝની તુલનાએ વધુ પ્રભાવ જોવા મળે છે.