લાઈફસ્ટાઈલ

ડર અને ફોબિયા બંન્ને અલગ-અલગ છે જાણો આ બંન્ને વચ્ચે શું છે તફાવત

મોટાભાગના લોકો ભય અને ફોબીયાને એક જ સમજે છે. પરંતુ આ સાચું નથી ડર અને ફોબિયા બંન્ને અલગ-અલગ છે. દરેક વ્યક્તિયન મનમાં અલગ અલગ ભાવ હોય છે. જેમાં પ્રેમ, ધૃણા, ઉત્સાહ અને ડર જેવા ભાવો સામેલ છે. આ બંન્ને પરિસ્થિતિ ખરાબ છે. આ બંન્ને વચ્ચેનું અંતર જાણવું ખૂબ જરુરી છે.

ડર શું છે?

ડરએ આપણા શરીરીનો એક આવેગશીલ પ્રતિભાવ છે. જયારે એક વ્યક્તિને ખતરાનો આભાસ થાય છે ત્યારે તેને ડરનો અનુભવ થાય છે. જયારે વ્યક્તિના જીવનમાં કોઈ નકારાત્મક અનુભવ થાય છે કે કોઈ અણબનાવ બને છે એવા સમયે વ્યક્તિના મનમાં ડર ઉદ્ભવે છે. તેમજ એવી કોઈ ઘટના કે ચિત્ર પણ જુવે છે તો પણ તેના મનમાં ડરનો અનુભવ થાય છે.

તેમજ આ ઘટના જયારે નાના બાળકો સાથે થાય છે ત્યારે તેઓના મનમાં ડર બેસી જાય છે અને તેઓ જયારે આ ઘટના કે તે બનાવ જેવી કોઇપણ વાત પણ સાંભળે છે તો પણ તે ડરનો અનુભવ કરે છે. પરંતુ એવું નથી કે આખી જિંદગી આ ડર સાથે જ નીકળવી. જયારે વ્યક્તિ એક વાર નક્કી કરી લે છે કે તે આ ડરથી છુટકારો મેળવા માંગે છે અને તે આ ડરનો સામનો પણ કરશે. ત્યારે વ્યક્તિ હિંમત કરીને આ ડરનો સામનો કરશે અને તેની અંદરથી આ ડર સરળતાથી નીકળી જાય છે.

ડર અને ફોબિયા બંન્ને અલગ-અલગ છે જાણો આ બંન્ને વચ્ચે શું છે તફાવત - humdekhengenews

ફોબિયા શું છે.?

ફોબિયા એટલે કે કોઈ એક ચોક્કસ વસ્તુ કે કોઈ એક ચોક્કસ ઘટનાથી ડર લાગવો. તેમજ આ ડરમાં વ્યક્તિને એવું લાગે છે આ વસ્તુ કે ઘટનાથી વ્યક્તિનું જીવન ખતરામાં છે. તેમજ આ ફોબિયામાં વાસ્તવિકતા બહુ ઓછી હોય છે. જે લોકો ફીબીયાને પોતાના રોજીંદા જીવનનો એક ભાગ બનાવી લે છે. આ લદકો પોતાની જીવનશૈલી પણ ખરાબ કરી લેતા હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ રોડ પર બાઈક લઈને જાય છે અને તેની સામે અન્ય બાઈકચાલકનો આકસ્માત થતા તેને ડર લાગવા લાગે છે અને તે બાઈક ચાલવાથી ડરવા લાગે છે. તેમજ જીવનભર બાઈક ન ચાલવાનું પણ નક્કી કરી લે છે. જયારે તે બાઈક ચાલવા પ્રયત્ન કરે છે. ત્યારે તેને ગભરામણ કે એંક્ઝાયટી થવા લાગે છે.

ડર અને ફોબિયા વચ્ચેનું અંતર

  1. ડર એ કુદરતી ભાવનાત્મક પ્રતિક્રિયા છે, જ્યારે ફોબિયા એ એક પ્રકારનો એંક્ઝાયટી ડિસઓર્ડર છે.
  2. ડર પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે છે, પરંતુ ફોબિયાનો એવો કોઈ આધાર નથી. વ્યક્તિ પોતે પણ જાણે છે કે આ ડરથી તેને કોઈ નુકસાન નહીં થાય, આ જાણીને પણ તે અંદરથી ફોબિયા દૂર કરી શકતો નથી.
  3. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી ડરી જાય છે, ત્યારે તે પોતે હિંમત કરીને તેનો સામનો કરે છે. જ્યારે વ્યક્તિને કોઈ ચોક્કસ વસ્તુનો ફોબિયા હોય છે ત્યારે તે ઈચ્છવા છતાં તેમાંથી બહાર નીકળી શકતો નથી.
  4. મનના ફોબિયાને દૂર કરવા માટે વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે અને તેમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે.
  5. ડરના કારણે વ્યક્તિના રોજિંદા જીવનમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ ફોબિયાના કારણે વ્યક્તિના રોજીંદા જીવન પર અસર થાય છે.
Back to top button