T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

અફઘાનિસ્તાનના ખેલાડીએ પોતાના જ કેપ્ટનને કહી દીધું ‘ યુ શટ અપ’!

Text To Speech

14 જૂન, ટ્રીનીદાદ: અહીંના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન અને પપુઆ ન્યૂ ગીની વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાનનો ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી એ પ્રેઝન્ટેશન સેરેમની દરમ્યાન પોતાના જ કેપ્ટન રાશીદ ખાનને ‘યુ શટ અપ!’ કહી દીધું હતું.

પપુઆ ન્યૂ ગીની પહેલી જ વાર કોઈ વર્લ્ડ કપ રમી રહ્યું છે. આથી તેની ટીમ કોઈ મોટો પડકાર કોઇપણ ટીમને આપી શકે તે શક્ય નથી. પહેલી બેટિંગ કરતાં પપુઆ ન્યૂ ગીનીએ 19.5 ઓવર્સમાં ફક્ત 95 રન્સ બનાવ્યા હતા અને તે ઓલ આઉટ થઇ ગયું હતું. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 16 રન્સ આપીને 3  વિકેટો લીધી હતી.

ત્યારબાદ અફઘાનિસ્તાને આ ટાર્ગેટ ફક્ત 3 વિકેટ્સ ગુમાવીને 15.1 ઓવરમાં એચીવ કરી લીધો હતો. અફઘાનિસ્તાન વતી ગુલબદીન નાઈબે સહુથી વધુ 49 રન્સ બનાવ્યા હતા અને તે નોટ આઉટ રહ્યો હતો. આ રીતે અફઘાનિસ્તાન ICC T20 World Cup 2024ના Super 8s રાઉન્ડ માટે ક્વોલીફાય થઇ ગયું હતું.

મેચ બાદ જ્યારે પ્રેઝન્ટેશન સેરીમની ચાલી રહી હતી અને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર અને હવે કોમેન્ટેટર ઇયાન બિશપ ફઝલહક ફારૂકીને પ્રશ્ન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ફારૂકીએ કેમેરા તરફ જોઇને ત્યાં ઉભા રહેલા પોતાના કેપ્ટન રાશીદ ખાનને ‘યુ શટ અપ’ કહી દીધું હતું. ત્યારે ઇયાન બિશપે ફઝલહક ફારૂકી પાસે સ્પષ્ટતા માંગી હતી કે આ તેમણે તેમને કહ્યું છે કે અન્ય કોઈને?

ત્યારે ફારૂકીએ કહ્યું હતું કે તે તેના કેપ્ટનને જ કહી રહ્યો હતો. ખરેખર જોઈએ તો આ સમગ્ર ઘટના વખતે ફઝલહક ફારૂકી હસી રહ્યો હતો. આમ થવા પાછળ એક ખાસ કારણ પણ હતું.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

કારણ એ હતું કે જ્યારે આ પ્રેઝન્ટેશન ચાલી રહ્યું હતું અને ઇયાન બિશપ ફઝલહક ફારૂકીને પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે કેમેરાની બાજુમાં ઉભા ઉભા અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશીદ ખાન ઈશારાઓ કરીને ફારૂકીને ચીડવી રહ્યો હતો. થોડો સમય તો ફારૂકીએ સહન કર્યું પરંતુ બાદમાં તેનું હાસ્ય તે રોકી શક્યો ન હતો અને તેણે છેવટે પોતાના જ કેપ્ટનને ચૂપ રહેવાનું કહી દીધું હતું.

આના પરથી સાબિત થાય છે કે પોતાની ત્રણેય મેચો જીતીને અફઘાનિસ્તાનના ખેલાડીઓ કેટલા ખુશ છે!

Back to top button