ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ફાતિમા વસીમ બન્યા સિયાચીન ઓપરેશનલ પોસ્ટ પર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર

Text To Speech

લદ્દાખ, 11 ડિસેમ્બર: સિયાચીન વોરિયર્સના કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. આ વિશે ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત ટ્રેનિંગ મેળવ્યા બાદ ફાતીમા વસીમને 15,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.

કેપ્ટન ફાતિમા વસીમ પ્રથમ મેડિકલ ઓફિસર બન્યા

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કેપ્ટન ફાતિમા વસીમના સખત પરિશ્રમ અને ઉપલબ્ધિની ઉજવણી કરવા X પરમાં એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમા લખ્યું હતું કે, સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા ઓફિસર બન્યા છે.

અગાઉ, સ્નો લેપર્ડ બ્રિગેડના કેપ્ટન ગીતિકા કૌલ 15,600 ફૂટની ઉંચાઈ પર આવેલા સિયાચીન યુદ્ધક્ષેત્રમાં તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બન્યા હતા. કેપ્ટન ગીતિકાએ તેમની તૈનાતી માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. કેપ્ટન ગીતિકા કૌલે કહ્યું હતું- તે દેશ માટે દરેક ફરજ બજાવશે. તે પોતાનો જીવ જોખમમાં મુકીને દેશની રક્ષા કરશે. નોંધનીય છે કે, સિયાચીન ગ્લેશિયરને વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈવાળા યુદ્ધ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારત-પાક નિયંત્રણ રેખાની નજીક સ્થિત છે.

આ પણ વાંચો: સિયાચીનની સરહદે તહેનાત સૈન્યના જવાનો સાથે સંપર્ક સ્થાપવાનું બન્યું સરળ

Back to top button