ટ્રેન્ડિંગધર્મ

પિતૃ પક્ષનું છે વિશેષ મહત્ત્વ, જાણો કેમ જરૂરી છે શ્રાદ્ધ અને તર્પણ

  • પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં વિધિ વિધાન પૂર્વક અનુષ્ઠાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

HD ન્યુઝ ડેસ્કઃ પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે. પિતૃ પક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે. પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં વિધિ વિધાન પૂર્વક અનુષ્ઠાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે પૂર્ણિમા શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરે થશે. એકમનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. પિતૃ પક્ષ 2જી ઓક્ટોબરે સર્વપિતૃ અમાસના દિવસે સમાપ્ત થશે. જાણો પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે.

પિતૃ પક્ષનું છે વિશેષ મહત્ત્વ, જાણો કેમ જરૂરી છે શ્રાદ્ધ અને તર્પણ hum dekhenge

પિતૃઓનું ઋણ તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ચૂકવવામાં આવે છે

ધાર્મિક ગ્રંથો અનુસાર લોકો શ્રાદ્ધના સોળ દિવસો દરમિયાન તેમના પૂર્વજોને જળ અર્પણ કરે છે અને તેમની પુણ્યતિથિ પર શ્રાદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું ઋણ ચૂકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિનામાં અને તિથિમાં મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ પિતૃ પક્ષની એ જ તિથિએ કરવામાં આવે છે. પિતૃઓને સંતુષ્ટ કરવા, બ્રાહ્મણોને ભોજન, દાન વગેરે કાર્યોને ભક્તિભાવથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને પિતૃયજ્ઞ પણ કહેવાય છે. શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પોતાના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે અને પૂર્વજોને સંતુષ્ટ કરીને સ્વયંની મુક્તિના માર્ગે આગળ વધે છે. શ્રાદ્ધ અને પિંડ દાન એક જ શબ્દના બે પાસાઓ છે પિંડ દાન શબ્દનો અર્થ છે અનાજને પિન્ડાકારમાં બનાવીને પિતૃઓને શ્રદ્ધા પૂર્વક અર્પણ કરવું તેને પિંડદાન કહેવાય છે. દક્ષિણ ભારતીય લોકો પિંડદાનને શ્રાદ્ધ કહે છે. માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ પોતાનું શ્રાદ્ધ કરનારને દીર્ધાયુ, સંતાન, ધન, વિદ્યા અને તમામ પ્રકારના સુખ તેમજ મૃત્યુ બાદ સ્વર્ગ મોક્ષ પ્રદાન કરે છે.

તિથિ ખ્યાલ ન હોય તો આ દિવસે કરો શ્રાદ્ધ

સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષની એક મહત્ત્વની તિથિ છે. આ તિથિએ એ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેની તિથિ વિશે જાણ હોતી નથી. આ તિથિમાં અજ્ઞાત તિથિના પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આત્માને મોક્ષ મળે છે. આ તિથિ આ વર્ષે 2 ઓક્ટોબરે છે.

આ પણ વાંચોઃ અનંત ચતુર્દશીએ કરો શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન, ન કરતા આ ભૂલ

Back to top button