ગુજરાત

ધ્રાંગધ્રાના કંકાવટી ગામની સગીરાને ભગાડી જવા મામલે પિતાનો કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ

Text To Speech

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતાએ કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દીકરીને ભગાડી જવાના મામલે પોલીસ તપાસ કરવામાં ન આવતી હોવાના મામલે પિતા રોષે ભરાયા હતા અને આત્મઘાતી પગલું ભર્યું હતું. ત્યારે  પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા પિતાની અટકાયત કરી હતી.

 

પોલીસે બળજબરીથી આત્મઘાતી પગલું ભરતા રોક્યો હતો

ધ્રાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતા દ્વારા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં રમેશ ઠાકરસી દેહગામ નામના દીકરીના પિતાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા પિતાની અટકાયત કરી હતી.

પોલીસે શખસની અટકાયત કરી હતી

દીકરીને ભગાડી જવાના મામલે પોલીસ તપાસ કરવામાં ન આવતી હોવાના મામલે કલેક્ટર ઓફિસ ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલિસે એમની અટક કરી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Back to top button